October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

દમણ સી.એચ.સી.ના ડો. ગીતાંજલીએ વિદ્યાર્થીઓને ‘‘અંગદાન”ના વિષયમાં આપેલી વિસ્‍તૃત માહિતી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના અતિ લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરથી પ્રારંભ થયેલ ‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશના પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, પૂર્વ ન.પા. પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલની ઉસ્‍થિતિમાં આજે દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન” સંબંધિત જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે ખાસ ઉપસ્‍થિત રહેલા સી.એચ.સી.ના ડૉક્‍ટર ગીતાંજલીએ વિદ્યાર્થીઓને અંગદાનના વિષયમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમણે અંગદાનની નોંધણી માટે એક લિંક અને અન્‍ય સાહિત્‍ય આપીને વિદ્યાર્થીઓને વધુ જાણકારી આપી હતી.
આ પ્રસંગેપ્રદેશ ભાજપ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણી, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિમલ પટેલ, દમણ એન્‍જિનિયરીંગ કોલેજના મિકેનિકલ વિભાગના એચ.ઓ.ડી. શ્રી પુષ્‍પરાજ અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓને કોલેજના પ્રોફેસરો તથા આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

બલીઠા ચેકપોસ્‍ટથી પ્‍લાસ્‍ટીકની આડમાં રૂા.5.96લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા સંગીતમય અંતાક્ષરીનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્‍ય સભા સાથે હોલ અને જન વિશ્રામ કુટીરનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

Leave a Comment