July 22, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

વલસાડ તા.૧૮:  વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તેમજ જિલ્લા આરોગ્‍યની ટીમ દ્વા૨ા મમતા દિવસ અંતર્ગત શહેરી વિસ્‍તારના આરોગ્‍ય કેન્‍દ્ર અબ્રામાના વાલીયા ફળીયા આંગણવાડી ખાતે તેમજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ગોરગામ હસ્‍તકનાં પેટા આરોગ્‍ય કેન્‍દ્ર વાઘલધરાનાં જેશિયા ફળિયા ખાતે મમતા દિવસની મુલાકાત લઈ મમતા દિવસનાં લાભાર્થીઓ જેવા કે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ બાળકોને સંલગ્ન મમતા દિવસની વિવિધ કામગીરી જેવીકે આરોગ્‍ય તપાસ અને અન્‍ય આરોગ્‍યને લગતી સેવાઓની માહિતી લઇ જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત વલસાડના મોગરાવાડી વિસ્‍તારમાં જોખમી સગર્ભા બહેનની ગળહ મુલાકાત લઈ તપાસ, ગળહ મુલાકાત અને આરોગ્‍ય કેન્‍દ્ર દ્વા૨ા મળતી આરોગ્‍ય સેવાઓ અંગે માહિતી મેળવી અને સ૨કારી સંસ્‍થા ખાતે પ્રસૂતિ કરાવવા તથા વિવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પદાધિકારીઓ, જિલ્લા આર.સી.એચ.ઓ., તાલુકા હેલ્‍થ ઓફિસર, મેડિકલ ઓફિસરો તથા અન્‍ય આરોગ્‍ય કર્મચારીઓ તેમજ આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા.

Related posts

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

વલસાડ પારનેરાથી પ્રસુતિ માટે 108 માં જઈ રહેલ મહિલાને વધુ દુઃખ ઉપડતા સ્‍ટાફે રસ્‍તામાં ડિલેવરી કરી

vartmanpravah

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah

Leave a Comment