Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બોર્ડર ડિસ્‍ટ્રીક્‍ટ સંકલન માટે વલસાડ-મહારાષ્‍ટ્ર-સંઘ પ્રદેશની મેગા પોલીસ કોન્‍ફરન્‍સ યોજાઈ

ત્રણ સ્‍ટેટ બોર્ડર જિલ્લાઓના એસ.પી. લેવલના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓએ મિટિંગમાં ભાગ લીધો : વીઆઈએ, એસઆઈએ અને યુઆઈએના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ભારતના વિવિધ રાજ્‍યના ડીજીપીશ્રીઓની યોજવામાં આવેલ કોન્‍ફરન્‍સમાં પડોશી રાજ્‍યના બોર્ડરના પોલીસ સ્‍ટેશન દ્વારા સંયુક્‍ત અભ્‍યાસ કરી કામગીરી કરવાનું સૂચન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને ગુજરાત રાજ્‍યના ડીજીપી શ્રી વિકાસ સહાય તથા સુરતરેન્‍જના આઈજીપી શ્રી વાબાંગ ઝમીરની સૂચના અને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાની અધ્‍યક્ષતામાં પડોશી રાજ્‍યોની પોલીસ સાથે સંયુક્‍ત કામગીરી અંગેના અભ્‍યાસ માટે આજે વાપી ગેલેક્‍સી હોટલ ફોર્ચ્‍યુનમાં વલસાડ જિલ્લા, સંઘ પ્રદેશ અને મહારાષ્‍ટ્રના બોર્ડર જિલ્લાઓની મેગા પોલીસ કોન્‍ફરન્‍સ યોજાઈ હતી. જેમાં તમામ સ્‍તરના ક્‍લાસવન અને ટુ ના પોલીસ અધિકારીઓ ડિસ્‍ટ્રીક્‍ટ પોલીસ સ્‍ટેશનોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કોન્‍ફરન્‍સમાં રાજ્‍યોની બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્‍ટેશનો વચ્‍ચે એકબીજા સાથે સહકારથી કામગીરી કરવામાં આવે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી તેમજ અન્‍ય રાજ્‍યના નાસ્‍તા ફરતા આરોપીઓને પકડવા માટે એક્‍શન પ્‍લાન બનાવવામાં આવેલ હતો. તેમજ સંયુક્‍ત નાકાબંધી, સંયુક્‍ત કોમ્‍બિંગ ઓપરેશન, સંયુક્‍ત કોસ્‍ટલ લેન્‍ડીંગ પોઈન્‍ટ ચેક કરવાની કામગીરી તેમજ ગૌ તસ્‍કરી, દારૂની ગેરકાયદેસર હેરાફેરી, ગુટકાની ગેરકાયદેસર હેરાફેરી, ડ્રગ્‍સની ગેરકાયદેસર હેરાફેરી વગેરે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સંયુક્‍ત ઓપરેશન હાથ ધરવા આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કોન્‍ફરન્‍સમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસીએશન, સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન તેમજ ઉમરગામઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહેલા હતા. તેઓએ ઈન્‍ડસ્‍ટ્રીઝને લગતા પડોશી રાજ્‍યો સાથેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જે રજૂઆત અનુસંધાને જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ કોન્‍ફરન્‍સમાં વલસાડ જિલ્લાના લોકસભા ચૂંટણીના નોડલ અધિકારી શ્રી ઉમેશ શાહ હાજર રહી લોકસભા ચૂંટણી અનુસંધાને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પડોશી રાજ્‍યો સાથે બોર્ડરના પોલીસ સ્‍ટેશન એક ટીમ તરીકે કામગીરી કરવા આહ્‌વાન કરવામાં આવેલ હતું. પોલીસ અધિક્ષકશ્રી વલસાડ દ્વારા બોર્ડરના જિલ્લાઓનું એક વોટ્‍સએપ ગ્રુપ બનાવી આ ગ્રુપમાં બોર્ડરના જિલ્લાઓમાં બનતા સિરીયસ ગુનાઓની હકીકત એકબીજા સાથે શેર કરવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

સેલવાસઃ ‘આદિવાસી ભવન’ના ભાડાથી છેલ્લા 20 વર્ષમાં રૂા.52 કરોડ 80 લાખથી ડેલકર પરિવારે કરેલો પોતાનો વિકાસઃ યુવા નેતા સની ભીમરાનો ઘટસ્‍ફોટ

vartmanpravah

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

vartmanpravah

Leave a Comment