Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

કરવડમાં ભેંસોની ગમાણમાં સફેદ નાગ દેખાતા રેસ્‍ક્‍યુ ટીમે પકડી વન વિભાગને સોંપ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી નજીક કરવડ ગામે મનીષભાઈના ઘરે ભેંસોની ગમાણમાં લાખોમાં દુર્લભ ગણાતો સફેદ નાગ જોવા મળતા રેસ્‍ક્‍યુ ટીમને જાણ કરી હતી. ટીમે નાગનું રેસ્‍ક્‍યુ કરીને વન વિભાગને સોંપ્‍યો હતો.
માનવીમાં જેમ કેટલાક વિટામીનની ઉણપ હોય ત્‍યારે કોડ જેવી બિમારી થતી હોય છે. આ કોડ પશુ પક્ષી, સરી સૃપોને થતા હોય છે તેવી માહિતી આર.એફ.ઓ. મીતુલ પટેલે આપી હતી. નાગ સફેદ થવાનું કારણ કોડ છે. કોઈ અંધશ્રધ્‍ધા રાખવાની જરૂર નથી. કરવડમાં ઝડપાયેલ સફેદ નાગ અતિ દુર્લભ છે. જે પ્રાપ્ત થવો રેરેસ્‍ટ ઓફ રેર ગણાય છે. આ અલબીલો કોબ્રા ખુબ જ આક્રમક હોય છે. નાગને બે દિવસ સારવાર હેઠળ રખાયો હતો. બાદમાં જંગલમાં છોડવામાં આવ્‍યો હતો.

Related posts

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ખેરગામના ધામધુમા ગામે ટ્રેક્‍ટર સાથે બાઈક અથડાતા બાઈક સવારનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વાપી પ્રણામી મંદિર પાસે વર્ષોથી પડેલા જીઈબીના કાટમાળ અને કચરો હટાવવા યુવા કોંગ્રેસની રજૂઆત

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની ભવ્‍ય ઉજવણી : અંબામાતા મંદિરે પ્રથમ નોરતાએ ભક્‍તો ઉમટયા

vartmanpravah

Leave a Comment