Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર : નવા કાયદાનો વિરોધ કરી સુત્રોચ્‍ચાર કરી પુતળુ સળગાવ્‍યું

એક્‍સિડન્‍ટના કિસ્‍સામાં ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખના દંડના કાયદાનો જોરદાર વિરોધ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: સંસદના શિયાળુ સત્રમાં કેટલાક નવાકાયદાઓ પસાર કરવામાં આવ્‍યા છે તે પૈકી ગૃહખાતા દ્વારા પ્રસ્‍તુત કરાયેલ ટ્રક અથવા બસ ડ્રાઈવરોને એક્‍સિડન્‍ટના કિસ્‍સામાં 10 વર્ષની સજા અને 7 લાખની જોગવાઈનો કહેવાતો તખલદી કાયદો બનાવાયો છે. જેનો ગુજરાત અને ભારતભરમાં ડ્રાઈવરો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્‍યો છે. આજે સોમવારે વાપીમાં પણ ટ્રક-બસ ડ્રાઈવરોએ હડતાલ પાડી નવા કાયદાનો વિરોધ કર્યો હતો.
વાપીમાં આજે ટ્રક ડ્રાઈવર એસોસિએશન દ્વારા વાપી-ચણોદ-નાનાપોંઢા રોડ ઉપર હડતાલ પાડી ચક્કાજામ કર્યો હતો. ડ્રાઈવરો માટે ભારત સરકાર દ્વારા લવાયેલ નવા કાયદાનો દેશભરમાં જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર દેખાવો હડતાલ ડ્રાઈવરો પાડી રહ્યા છે. આજે પણ વાપીમાં ડ્રાઈવરોએ સુત્રોચ્‍ચાર કરીને પુતળુ બાળી નવા કાયદાનો વિરોધ કર્યો હતો. ડ્રાઈવરોનો આ વિરોધ વધુ આક્રોશ સાથે ફેલાઈ રહ્યો છે. જો યોગ્‍ય નિર્ણય નહી થાય તો આગામી સમયમાં આંદોલન જોર પકડશે, જેની અસર અર્થતંત્ર ઉપર પડી શકે છે. ડ્રાઈવરોએ દલીલ કરી હતી કે અકસ્‍માત જાણી જોઈને કોઈ કરતું નથી જે સંજોગ વસાત થઈ જતો હોય છે. તેના માટે આવો કાળો કાયદો ડ્રાઈવરો માટે અમલમાં લવાય તે વ્‍યાજબી નથી.

Related posts

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

પારડીના એક નામચીન વ્યક્તિની પત્નીને મેમો આપવાનું ભારે પડ્યુંઃ વહેલી સવારે પારડી ઓવરબ્રિજ નીચે બાઈક મૂકી જતા નોકરિયાતો દંડાયા

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

27મી જુલાઈએ યોજાનાર મોકડ્રીલના ઉપલક્ષમાં આજે દમણ કલેક્‍ટરાલયમાં વીસીના માધ્‍યમથી વાવાઝોડાં અને પૂરની સ્‍થિતિમાં રાહત-બચાવ કામગીરીની ટેબલટોપ એક્‍સરસાઈઝ કરાશે

vartmanpravah

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડી ચીવલ રોડ પર બે આખલાઓ વચ્ચે જામેલો જંગ

vartmanpravah

Leave a Comment