October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: સરકાર દ્વારા હીટ એન્‍ડ રનના બનાવોમાં ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવાનો નવો કાયદો બનાવાયો છે તેનો વાપી સહિત ગુજરાતભરમાં ટ્રાન્‍સપોર્ટરો અને ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. આજે સોમવારે જી.આઈ.ડી.સી. વિનંતિનાકા પાસે એક ક્રેન જાહેર રોડ ઉપર આડી મુકી દેવાતા પોલીસ દોડતી થઈ હતી.
ડ્રાઈવરો દ્વારા નવા કાયદાનો વિરોધ કરવા માટે મેદાનમાં ઉતરી પડયા હોવાનું જોવા મળી રહ્યું છે. આજેવિનંતીનાકા જી.આઈ.ડી.સી.માં કોઈ ટીખળખોરએ જાહેર રોડ ઉપર ક્રેન મુકી દેતા પોલીસ દોડતી થઈ હતી. જો કે ટ્રાન્‍સપોર્ટ એસોસિએશને બનાવને વખોડી જણાવ્‍યું હતું કે, શાંતિ ડહોળવા માટે કોઈએ ટિખળ કર્યું છે. બીજી તરફ હાઈવે બલીઠા બોમ્‍બે હોટલ સામે ડ્રાઈવરો ચક્કાજામ કરી દેતા બન્ને તરફનો હાઈવે જામ કરવામાં આવ્‍યો હતો. પરંતુ સમયસર પોલીસ પહોંચી વાહન વહેવાર પૂર્વવત કર્યો હતો. ટ્રક ચાલકોને કેટલું નુકશાન થઈ શકે છે તે માટે વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશને પણ સરકારમાં પત્ર વહેવાર કર્યો છે સેક્રેટરી બાલાજીએ જણાવ્‍યું હતું.

Related posts

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

vartmanpravah

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

vartmanpravah

દમણગંગા નદીનો કિનારો અત્‍યંત પ્રદૂષિત : ગણેશ મહોત્‍સવમાં સફાઈ અભિયાનની વાહવાહી પોકળ સાબિત થઈ

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

વાપીની કંપની સંચાલકોએ 7 વર્ષનો 3.01 કરોડ વેચાણ વેરો નહી ભરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદના પ્રારંભ સાથે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા

vartmanpravah

Leave a Comment