(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: જિલ્લામાં ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” સાથે સ્વચ્છતા હી સેવા કેમ્પેઈન અંતર્ગત ધરમપુર તાલુકાના હનમતમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કપરાડા તાલુકાનાં દાબખલ પ્રાથમિક આરોગ્ય, પારડી તાલુકાના ખડકી અને ઉદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉમરગામ તાલુકાના નારગોલ અને સંજાણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાપી તાલુકાના ચંડોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, હેલ્થ ચેકઅપ, સ્વચ્છતા શપથ, સ્વચ્છતા અંગેની સમજણ, ડિગ્નીટી કાર્ડ, સફાઈ કીટ વિતરણ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત જીલ્લાગ્રામવિકાસ એજેન્સી વલસાડ અને લ્ત્ય્ઝ સંસ્થા દ્વારા પારડી તાલુકામાં સરપંચ અને તલાટી ક્રમમંત્રીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકામાં વાંકલ ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, સ્વચ્છતા અંગે સમજણ, હેલ્થ ચેકઅપ જેવી પ્રવૃતિ તેમજ શાળા અને આંગણવાડીમાં રેલી, ચિત્રકામ સ્પર્ધા, હેન્ડવોશ જેવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી.