(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી શહેરના ચીવલ રોડ પર મંગળવારના રોજ સવારે અગિયારેક વાગ્યે લોકો રોજિંદા કામકાજ માટે આ માર્ગે પસાર થઈ રહ્યાં હતા. ત્યારે આકસ્મિક રીતે બે આખલા રસ્તા વચ્ચે આવી ગયા હતા અને એકબીજાના ઉપર યુદ્ધે ચઢયા હતા. બંનેના આક્રામક સ્વભાવને કારણે તેમની વચ્ચેનો ઝઘડો ખૂબ જ ઉગ્ર બની ગયો હતો. જેને લઇ આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો એક સમયે થોભવું પણ પડ્યું હતું. કારણ કે આ માહોલમાં આગળ વધવું જોખમકારક હતું. ત્યારે સ્થાનિક લોકોએ પ્રયત્નો કરવા લાગ્યા કે આખલાઓને કોઈ રીતે અલગ કરી શકાય. તેમ છતાં, બંનેનો ક્રોધ ખૂબ ઉગ્ર હોવાથી ઝઘડો થોડા સમય સુધી ચાલુ જ રહ્યો. અને અને યુદ્ધ કરતા આખલાઓ બંને રોડ સાઇડે જતા પસાર થતાવાહન ચાલકોએ રાહત અનુભવી હતી.

Previous post