Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટ્રક ડ્રાઈવરોના આંદોલનને લઈ વલસાડ જિલ્લામાં પેટ્રોલ પમ્‍પ ઉપર પેટ્રોલની ઉભી થયેલી અછત

આંદોલન વધુ ચાલશે તો આગામી સમયે નાગરિક પુરવઠા ઉપર પણ અસર થવાની વકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: કેન્‍દ્ર સરકાર દ્વારા હીટ એન્‍ડ રન ના કિસ્‍સામાં ટ્રક કે વાહન ચલાવતા ડ્રાઈવર 10 વર્ષની જેલ અને 7 લાખનો દંડની જોગવાઈ અંગેનો નવિન અમલ થનાર કાયદાના ઘેરા પ્રત્‍યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે. વલસાડ જિલ્લામાં પણ ટ્રક ડ્રાઈવરો આંદોલન ચલાવી રહ્યા છે તેની સીધી આડ અસરની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના અનેક પેટ્રોલ પમ્‍પ ઉપર પેટ્રોલની અછત ઉભી થઈ છે.
ડ્રાઈવરો માટે કેન્‍દ્ર સરકાર દ્વારા અકસ્‍માત બાદ નાસી જતા ડ્રાઈવરો માટે નવો કડક કાયદો લાવવાની તૈયારી કરી છે. તેનો ચારે તરફ વિરોધ શરૂ થઈ ગયો છે. ડ્રાઈવરો આંદોલન કરી રહ્યા છે. સોમવારે વાપીમાં પણ બે સ્‍થળોએ ડ્રાઈવરોએ દેખાવો-સુત્રોચ્‍ચાર કરી પુતળા બાળ્‍યા હતા. ડ્રાઈવર આંદોલનની સીધી આડ અસરની શરૂઆત થઈ ચૂકી છે. વલસાડ જિલ્લાના કેટલેક પેટ્રોલ પમ્‍પો ઉપર પેટ્રોલ પુરવઠો ખુટી પડયો છે. જેને લઈ વાહન ચાલકો પરત ફરી રહ્યા છે. ડ્રાઈવરોનું આ આંદોલન આગામી સમયે વધુ આગળ વધશે તો તેની સીધી અસર નાગરિક પુરવઠા ઉપર પડી શકે છે.શાકભાજી અને રાશનની ચિજવસ્‍તુઓ ખૂટી પડશે. બીજી તરફ મોંઘવારી-કાળો બજાર પણ થવાની વકી ઈન્‍કારી શકાય એમ નથી.

Related posts

વલસાડમાં હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી મહેફીલમાં પોલીસે ભંગાણ પાડયું: ભાજપના નેતાઓ સહિત 15 ઝડપાયા

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે મોટી દમણ શહેર વિસ્‍તારમાં ડોર ટુ ડોર કરેલો ચૂંટણી પ્રચાર

vartmanpravah

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

ડોકમરડી બોર્ડર પર દાનહ P.W.D. દ્વારા નિર્મિત દિવાલ અસામાજીક તત્‍વોએ ધ્‍વંસ્‍ત કરી જમાવેલો અડિંગો બોર્ડર પર ગેરકાયદે બાંધકામ કરવા સાથે અવર-જવર માટે રસ્‍તાનું પણ કરેલું નિર્માણ

vartmanpravah

Leave a Comment