Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે મોટી દમણ શહેર વિસ્‍તારમાં ડોર ટુ ડોર કરેલો ચૂંટણી પ્રચાર

દમણ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને કાઉન્‍સિલર સોનલબેન પટેલે ભાજપને મત આપી જંગી બહુમતિથી લાલુભાઈ પટેલને વિજેતા બનાવવા લોકોને કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.20 : દમણ અને દીવ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો આરંભ મોટી દમણ શહેર વિસ્‍તારથી કર્યો હતો. દમણ નગરપાલિકાના પૂર્વ અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલના નેતૃત્‍વમાં સવારથી ડોર ટુ ડોર પ્રચાર કાર્યનો આરંભ થયો હતો.
દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે વોર્ડ નંબર-2ના માછીવાડ વિસ્‍તારમાં ડોર ટુ ડોર જઈ લોકોને ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી. દમણ નગરપાલિકાના પૂર્વ અધ્‍યક્ષ અને કાઉન્‍સિલર શ્રીમતી સોનલબેન પટેલે વોર્ડ નંબર-1માં શ્રી લાલુભાઈ પટેલને જંગી બહુમતિથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. આજના ડોર ટુ ડોર અભિયાનમાં ભાજપના કાર્યકર્તાઓ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ સહિત ટેકેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે ખોદકામ કરેલ રસ્‍તાના રીપેરીંગ કરવા કલેક્‍ટરને કરાયેલી લેખિત રજુઆત

vartmanpravah

દમણઃ ‘જય અંબે થાણાપારડી યુવા મંડળ’ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દલવાડાની ટીમ ફાઈનલમાં વિજેતા બની

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટગ ઓફ વોર અને લગોરી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ભારતીય ડેડલિફટ ફેડરેશન દ્વારા ડોકમરડી ખાતે ડેડલિફટ ચેમ્‍પિયનશિપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીના ડુમલાવમાં કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી યોજાઈઃ મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો રેલીમાં ઉમટયા

vartmanpravah

Leave a Comment