(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેના એસ.ટી. બસ ડેપોમાં એક નાનું બાળક લોકો પાસે ભીખ માંગી રહ્યું હતું. જેને જોતા એક જાગૃત નાગરિકે ચાઈલ્ડ લાઈનને ફોન કરતા, પોલીસ અને ચાઈલ્ડ લાઈનની ટીમ એસ.ટી. ડેપો પર આવી પહોંચી હતી. ત્યારબાદ આજુબાજુ વિસ્તારમાં એના વાલીની તપાસ કરી હતી, પરંતુ મળી આવેલ નહિ. જેથી ચાઈલ્ડ લાઈનની ટીમે આ અંદાજીત 6 વર્ષના બાળકને બાળ આશ્રય ગૃહ સેલવાસને સોંપી દીધું હતું. ચાઈલ્ડ લાઈનના અધિકારીના જણાવ્યા અનુસાર જો કોઈ વાલી આ બાળકનો દાવો કરશે તો તેઓને સોંપવામા આવશે નહિ અને થોડા દિવસ બાદ બાળકને સુરત બાળગૃહમાં મોકલી આપવામાં આવશે. જ્યાં તેની સુવ્યસ્થિત રીતે સારસંભાળ રાખવામાં આવશે.