January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવની સ્‍થાપનાને 40 વર્ષમાં વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય ઉજવણી આગામી તારીખ 4, 5, અને 6 જાન્‍યુઆરીના રોજ થનાર હોય તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સલવાવ સ્‍વામિનારાયણ ગુરુકુળમાં યોજાયેલ આજે મંગળવારે પત્રકાર પરિષદમાં સંસ્‍થાના એમ.ડી. પૂ.કપિલ સ્‍વામિએ વાર્ષિકોત્‍સવની વિગતો આપી હતી.
આ ઉત્‍સવમાં અતિથી વિશેષ તરીકે કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પૂજ્‍ય ડી.કે. સ્‍વામી (ધારાસભ્‍ય જંબુસર), શ્રી જીતુભાઈ ચૌધરી (ધારાસભ્‍ય કપરાડા), ડો.કરનરાજ વાઘેલા (વલસાડ જિલ્લા પોલીસવડા), પૂજ્‍ય શાષાી નૌતમ સ્‍વામી (વડતાલ), શાષાી સ્‍વામી હરિપ્રસાદદાસજી (ગઢપુર) ઉપસ્‍થિત રહેશે.
સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવચરણદાસજીના આશીર્વાદથી તથા મેનેજીંગ ટ્રસ્‍ટી શાષાી સ્‍વામી કપિલ જીવનદાસજીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ શિક્ષણ અધ્‍યાત્‍મિક સમાજ સેવા અને રાષ્‍ટ્રધર્મના માધ્‍યમથીખૂબ જ પ્રગતિસર છે. સંસ્‍થાના ટ્રસ્‍ટી મંડળ ડાયરેક્‍ટર શ્રી તથા આચાર્યો શૈક્ષણિક સ્‍ટાફ અને વાલી મિત્રો તથા સહયોગથી સંસ્‍થાનો આ ચતુર્થ દશાબ્‍દિ મહોત્‍સવ ખૂબ ભવ્‍ય રીતે ઉજવાશે. આ ત્રિદિવસીય ઉજવણી ત્રણ જુદી જુદી થીમ ઉપર કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ દિવસે ગીતોહમ, બીજા દિવસે મા આદ્યશક્‍તિ તથા ત્રીજા દિવસે શ્રી હનુમાન ચરિત્રનો સમાવેશ થાય છે. બાળકો દ્વારા થીમ ઉપર રજુ થનાર આ રંગારંગ કાર્યક્રમ માત્ર કાર્યક્રમ ન બની રહેતા એક સમાજ ચેતના અને આપણી સંસ્‍કૃતિ અને તેના વારસાનું પ્રતિબિંબ બની રહેશે.
આ રંગારંગ કાર્યક્રમને માણવા માટે દેશ-વિદેશથી સાધુ સંતો ઉપરાંત રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે. આ પ્રસંગે સંસ્‍થામાં નવનિર્મિત ‘શ્રી કષ્‍ટભંજન દેવ સ્‍પોર્ટસ કોમ્‍પલેક્‍સ’નું ઉદ્ધાટન પણ થશે. વીતેલા વર્ષમાં વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રતા ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવશે. તથા તેજસ્‍વી તારલાઓના સન્‍માન પણ કરવામાં આવશે. આ ઉપરાંત સંત પૂજન અતિથિ વિશેષોના સન્‍માન તથા સંતોના આશીર્વચન સહિત વૈવિધ્‍યસભર પ્રસંગો દીપી ઉઠશે. રંગારંગ કાર્યક્રમમાં ત્રમ દિવસમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમને માણવા વાપી તથા આજુબાજુના ગામોના મોટી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહેશે.

Related posts

દીવ કોલેજમાં નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી સરગમ આર્ટ એકેડમી સ્‍ટુડન્‍ટના ચિત્રોનું ગોવામાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

એસ.પી. અનુજ કુમારના માર્ગદર્શન અને સલાહ-સૂચન મુજબ દીવ પોલીસે રૂ.18,225/ની કિંમતનો વિદેશી બનાવટનો દારૂ અને એક મીની ફાઇબર ફિશિંગ બોટ સાથે ત્રણ વ્‍યક્‍તિઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment