October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડોકમરડી બોર્ડર પર દાનહ P.W.D. દ્વારા નિર્મિત દિવાલ અસામાજીક તત્‍વોએ ધ્‍વંસ્‍ત કરી જમાવેલો અડિંગો બોર્ડર પર ગેરકાયદે બાંધકામ કરવા સાથે અવર-જવર માટે રસ્‍તાનું પણ કરેલું નિર્માણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની ગુજરાત સાથે જોડતી ડોકમરડી બોર્ડર પર દાનહ પી.ડબ્‍લ્‍યુ.ડી. દ્વારા દિવાલનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. જેને કોઈક ટીખળખોર અસામાજિક તત્‍વોએ આજે ધ્‍વંસ્‍ત કરી રસ્‍તા સહિત અન્‍ય બાંધકામ કરી અડિંગો જમાવી દીધો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસના 66 કેવીએ રોડથી ડોકમરડી તરફ ગુજરાતના કરમખલ પંચાયત હસ્‍તક આવતા દાદરા નગર હવેલી અને ગુજરાતની બોર્ડર પર દાનહ જિલ્લાના પી.ડબ્‍લ્‍યુ.ડી. દ્વારા દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ હાલમાં આ જગ્‍યા પર ગુજરાતના કેટલાક અસામાજીક તત્‍વો દ્વારા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી ગેરકાનૂની રીતે કબ્‍જો કરી લીધો છે, અને બોર્ડરમાટે ઉભી કરવામાં આવેલ દિવાલને તોડી એ જગ્‍યા પર બાંધકામ પણ કરી દેવામાં આવ્‍યું છે. સાથે ત્‍યાંથી પસાર થવા માટે રસ્‍તો પણ બનાવી દીધો છે. પરંતુ આ સમગ્ર ઘટનાથી દાનહ જિલ્લા પ્રશાસન અજાણ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. માટે દાનહ પ્રશાસન આવી ઘટનાઓને ગંભીરતાથી લે અને જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરે એ સમયનો તકાજો છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતના કરમખલ પંચાયતમાં પણ ફક્‍ત ઘર નંબર પડાવી તેની અંદર ફેક્‍ટરીઓ તાણી દેવામાં આવી હોવાનું નજરે પડે છે. તેથી ગુજરાતની કરમખલ પંચાયત પણ તેમની સત્તા પ્રમાણે જવાબદાર અસામાજિક તત્‍વો સામે કડક કાનૂની પગલાં ભરે એ જરૂરી છે.

Related posts

દાનહની સાયલી ગ્રામપંચાયત દ્વારા કંપનીઓના છોડાતા કેમીકલવાળા પાણી સંદર્ભે પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરાયેલી રજૂઆત

vartmanpravah

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

vartmanpravah

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

દમણ-દાનહમાં મન મૂકીને વરસેલો મેહૂલિયોઃ ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

Leave a Comment