October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.09: વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે સમાજના શિક્ષણ ક્ષેત્રે તેજસ્‍વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને પ્રતિભાઓનું સન્‍માન કરવાનો કાર્યક્રમ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલના અધ્‍યક્ષ પડે અને કૃષિ યુનિવર્સિટી નવસારીના કુલપતિ ડૉ. ઝીણાભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો જેમાં ધોરણ 10ના 27 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્‍ય પ્રવાહના 43 અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર 34 પ્રતિભાવોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉપસ્‍થિત મહેમાનો મહાનુભવો એ સમાજના તેજસ્‍વી તારલાઓ અને પ્રતિભાવોને સફળતાના ઉચ્‍ચ શિખરો પ્રાપ્ત કરવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના શરૂઆતમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે રાષ્ટ્રગાન સાથે તિરંગા લહેરાવવામાં આવ્‍યા હતા.
વલસાડ ખાતે કોળી પટેલ સમાજની વાડીમાં યોજાયેલ કાર્યક્રમમાં તેજસ્‍વી તારલાઓને સન્‍માન કરતા ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સમાજનું અને પરિવારનું ગૌરવ વધારતી પ્રતિભાવો પાસેથી દેશને અને સમાજને ખૂબ મોટી અપેક્ષા રાખેલ છે. દર વર્ષે સમાજ તેજસ્‍વી પ્રતિભાવોની સંખ્‍યા વધતી જાય છે. તેશિક્ષિત સમાજની પ્રગતિની પારાસીસી છે. તેમણે કહ્યું કે કોળી પટેલ સમાજની અન્‍ય વિકસિત સમાજની હરોળમાં લાવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. વલસાડ વિભાગમાં કોળી પટેલ સમાજનું મંડળ અનેક સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે સમૂહ લગ્ન, ગરબા, ક્રિકેટ મેચ, રક્‍તદાન શિબિર, તેજસ્‍વી છાત્રોનું સન્‍માન દરેક વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ તેમજ કાર્યક્રમના મધ્‍યમથી સમાજના લોકોને આગળ વધવા માટે મંડળ કટિબદ્ધ છે તે ચાલુ વર્ષે દેશની આઝાદીનો અમૃત મહોત્‍સવ જ્‍યારે ઉજવાઈ રહ્યો છે, ત્‍યારે દેશને અને તિરંગાનો ગૌરવ અને શાન વધારવા સૌને અપીલ કરી છે.
આ પ્રસંગે ઉપસ્‍થિત નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝીણાભાઈ પટેલે જણાવ્‍યું કે ગુજરાતમાં તેઓને કોળી પટેલ સમાજના પ્રથમ કુલપતિ બનવાનું સૌભાગ્‍ય મળ્‍યો છે. દેશના 12 રાજ્‍યોમાં કોળી પટેલ સમાજની વસ્‍તી છે. મેડિકલ પછી કૃષિ વિભાગના અભ્‍યાસમાં નોકરી રોજગારી અને વ્‍યવસાયમાં આગળ વધવાની વિશેષ તક છે, એટલે સમાજના છાત્રો શિક્ષણ ક્ષેત્રમાં કૃષિ વિભાગમાં આવશે તો તેમને ખૂબ આનંદ થશે, તેમને વલસાડ કોળી પટેલના પ્રમુખ અને ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બીરડાવી હતી અને આણંદ કોલેજના એચ.ઓ.ડી. ડૉ. પ્રવીણભાઈ પટેલ, વલસાડએન્‍જિનિયરિંગ કોલેજના પ્રોફેસર ભાવેશભાઈ પટેલ, સરકારી મેડિકલ કોલેજ આણંદ પ્રોફેસર ડૉ. મીનલબેન પટેલ, વલસાડ સાયન્‍સ કોલેજના પ્રોફેસર કલ્‍પેશ પટેલ, સુમનભાઈ પટેલ, કેવિન પટેલ વગેરે પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ધોરણ 10ના 17, ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્‍ય પ્રવાહના 43 વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ડોક્‍ટર, એન્‍જિનિયરિંગ, પી.એચ.ડી., બોક્‍સિંગ અને આઇ.આઇ.એમ.ના એમ.બી.એ. થનાર તેજસ્‍વી છાત્રનો સાલ, સન્‍માનપત્ર અને પુષ્‍પગુચ્‍છથી સન્‍માનિત કર્યા હતા.
આ પ્રસંગે કોળી સમાજના અગ્રણી તીથલના શ્રી વિજયભાઈ પટેલ તરફથી 51,000 અને નવજીવન હોસ્‍પિટલ વલસાડના ન્‍યુરોલોજીસ્‍ટ ડૉ. જયંતભાઈ પટેલ તરફથી 25000નો દાન આપવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડ કોળી પટેલ સમાજ આયોજિત સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નોત્‍સવમાં માતબર દાન આપનાર અને સમાજને વિશેષ સહયોગ આપનાર બિલ્‍ડર શ્રી દીપેશભાઈ ભાનુશાલીનું પણ શાલ ઓઢાડી અને સ્‍મૃતિ ભેટ આપી ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન મંડળના ઉપ પ્રમુખ શ્રી શશીભાઈ પટેલ કર્યું હતું. જ્‍યારે આભારવિધિ મંડળના મંત્રી રામુભાઈ પટેલ કરી હતી. કાર્યક્રમની સફળતા માટે મંડળના સહમંત્રી શ્રી રોહિતભાઈ પટેલ કાર્યકરો શ્રીચંદુભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, મહિલા બહેનોના શ્રીમતી દર્શનાબેન પટેલ, જિગીષાબેન પટેલ સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

દમણના મહિલા મંડળના સ્‍થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે કરેલી જાહેરાત

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

દમણ જિ.પં.ના ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ અને સિંચાઈ સમિતિના ચેરપર્સન સિમ્‍પલબેન પટેલના હસ્‍તે પ્રગતિશીલ ખેડૂતોને ડાંગરના ઉચ્‍ચ બિયારણ જૈવિક ખાતરનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment