April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી મહેફીલમાં પોલીસે ભંગાણ પાડયું: ભાજપના નેતાઓ સહિત 15 ઝડપાયા

સિટી પોલીસે 4 કાર, ત્રણ મોપેડ, 20 નંગ મોબાઈલ, દારૂનો જથ્‍થો મળી કુલ રૂા.28.60 લાખનો મુદ્દામાલ ઝડપ્‍યો : ભાજપ-કોંગ્રેસએ પ્રતિક્રિયા આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ તિથલ રોડ સ્‍થિત આદર્શ સોસાયટીના બંગલા નં.8ની છત ઉપર ગત રાત્રે બર્થ ડે પાર્ટીની મદમસ્‍ત મહેફીલ ચાલતી હતી ત્‍યાં પાર્ટીના રંગમાં સિટી પોલીસે ભંગ પાડી ભંગાણ સર્જ્‍યું હતું. પોલીસ રેડમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં ભાજપના નેતાઓ સહિત 15 જેટલા નબીરા ઝડપાયા હતા. પોલીસે તમામની અટક કરી જેલ ભેગા કર્યા હતા. શહેરમાં સવારથી જ ચર્ચાઓ ચગડોળે ચઢી હતી. ઘટનાને લઈ ભાજપ-કોંગ્રેસના અગ્રણઈઓએ પ્રતિક્રિયા આપતા મામલો હાઈપ્રોફાઈલ બની ગયો હતો.
વલસાડ સિટી પોલીસ પી.આઈ.ચૌધરીને મળેલી બાતમી આધારે ગુરૂવારે રાત્રે વલસાડ તિથલ રોડ આદર્શ સોસાયટીના બંગલાની ટેરેસ ઉપર ચાલી રહેલી બર્થ પાર્ટીની મહેફીલમાં રેડ પાડી હતી. પોલીસ કાર્યવાહીમાં ભાજપના યુવા નેતાઓ પણ ઝડપાયા હતા. ઝડપાયેલા 15 નબીરાઓમાં પ્રજ્ઞેશ પટેલ, રાકેશ ઠાકોર, તપન પટેલ, મિહિર પંચાલ, આશિષ કેવટ, દર્શન પટેલ, દિનેશ આહિર, મેહુલ લાડ, નયન પટેલ, રાકેશ ઠાકરે, ભાર્ગવ દેસાઈ, પ્રિયાન્‍સુ દેસાઈ, દર્શન ઠાકોર અને આશિષ કેવટનો સમાવેશ થાય છે. પોલીસે ઘટના સ્‍થળેથછી 4 કાર, 3 મોપેડ, 20 મોબાઈલ, કિંમતી દારૂનો જથ્‍થો મળી કુલ રૂા.28.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ 15 આરોપીઓને રાત્રે જેલ ભેગા કરાતા તમામનો નશો પોલીસે ઉતારી દીધો હતો. ઝડપાયેલામાં કેટલાક ભાજપના યુવા નેતા, પૂર્વ હોદ્દેદારો હોવાથી મામલો રાજકીય પટલ ઉપર પણ છવાઈ ગયો હતો. ઘટનાની પ્રતિક્રિયા આપતા જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્‍યું હતું કે, ભાજપ શિસ્‍ત બધ્‍ધ પાર્ટી છે. ભાજપના બંધારણ મુજબ પાર્ટીના જે કોઈ પણ કાર્યકર ઝડપાયેલા હશે તેમની સામે શિસ્‍ત ભંગના પગલાં લેવામાં આવશે. તો પ્રતિ પક્ષ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ, પૂર્વ સાંસદ કિશન પટેલએ પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે, ભાજપનું શાસન તાનાશાહી ભરેલું છે.દારૂની મહેફીલોની ઘટનાઓ વારંવાર બને છે અને ભાજપના હોદ્દેદારો ઝડપાતા રહ્યા છે તેથી ભાજપ શિસ્‍તબધ્‍ધ પક્ષ છે તેવું કેમ કહી શકાય. તેવુ કોંગી નેતાઓએ પણ વળતો પ્રતિપ્રહાર કરતા સમગ્ર મામલો રાજકીય બની ગયો હતો.

Related posts

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને લિંગ સમાનતાને આગળ વધારવા અને યુવાન લોકોને સશક્‍ત બનાવવા માટે ‘CRIIIO 4 GOOD’ મોડ્‍યુલ લોન્‍ચ કર્યા

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

મોટી દમણની વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની તાઈક્વાન્ડો ચેમ્પિયનશીપમાં ભાગ લેવા રવાના

vartmanpravah

સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

Leave a Comment