Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

સંઘપ્રદેશની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્‍યમય ભવિષ્‍યની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.19: નાની દમણ કોસ્‍ટલ હાઇવે, કોળી પટેલ સમાજ હોલ નજીક આવેલા શ્રી અયપ્‍પા મંદિરના 12મા ‘પ્રતિષ્ઠા દિનમ મહોત્‍સવ’ના શુભ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરમાં શીશ નમાવી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા આરોગ્‍યમય ભવિષ્‍યની કામના કરી હતી અને ભગવાનના આશીર્વાદ મેળવ્‍યા હતા. આ શુભ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી કલ્‍પેશ સીતારામ, અયપ્‍પા મંદિરના વડા શ્રી લીલાધરન, સેક્રેટરી શ્રી જી. બાલચંદ્રન અને સમિતિના સભ્‍યો અને ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

નશાની હાલતમાં મોટી દમણના વીવીઆઈપી સરકિટ હાઉસની કમ્‍પાઉન્‍ડ વોલ ફુલસ્‍પીડમાં ગાડી અથડાવી તોડી નાંખી

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

Leave a Comment