January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપી દ્વારા આંતર કોલેજ વ્‍યાખ્‍યાન માળા અંતર્ગત વ્‍યાખ્‍યાન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19:વાપી સ્થિત આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી ના પ્રા. ડૉ. રોહિતભાઈ પટેલનું “Digital Lesson Plan” ઉપર વ્યાખ્યાન યોજાયું. પ્રવર્તમાન સમય એટલે ICT નો સમય અને તેમાં જો શિક્ષકો પણ નીતનવીન રીતે તેના ઉપયોગ કરતા થાય એ માટે S.Y.B.Ed.ના તાલીમાર્થીઓ નવું નવું શીખે અને શિક્ષણમાં પોતાનું આગવું યોગદાન આપે એ હેતુસર ડો. રોહિતભાઈ પટેલ દ્વારા “ડિજિટલ લેશન પ્લાન” વિષય સંદર્ભે વ્યાખ્યાન રજુ કર્યું હતું. કાર્યક્રમની શરુઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી અને F.Y. B.ed. ના તાલીમાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરી હતી.ત્યાર બાદ ડૉ.રોહિત પટેલ સાહેબ દ્વારા ડિજિટલ લેશન પ્લાન તેમજ વિવિધ સોફ્ટવેર પર લેસન બનાવતા અને ઉપયોગ કરવા અંગે તેમણે તાલીમાર્થીઓને શાળાકક્ષાએ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સંદર્ભે ચર્ચા કરી કમ્પ્યુટર લેબમાં લઈ જઈ તાલીમાર્થીઓ પ્રત્યક્ષ શીખી શકે એ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.એડ.કોલેજના અઘ્યાપકો ડૉ. વૈશાલી દેસાઈ, પ્રા.દિક્ષીતા, પ્રા. પૂજા સિધ્ધપુરા, પ્રા. અક્ષય ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ થતા કોલેજના આચાર્ય ડો.પ્રીતિ જે ચૌહાણે સમગ્ર કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી.

Related posts

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વાપી ડુંગરાના પીરમોરામાં રૂા.4.40 કરોડના ખર્ચે તળાવ વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

vartmanpravah

Leave a Comment