Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

તા.30 ઓગસ્‍ટ સુધી સર્કલ ઓફિસ ડિવિઝન સબ ડિવિઝન કચેરીઓ ખાતે તમામ કેડરના કર્મચારી દેખાવો કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ગુજરાત રાજ્‍યની સંયુક્‍ત ઉર્જા સંકલન સમિતિએ ગત તા.05 ઓગસ્‍ટે આપેલ અંતિમ આંદોલન નોટિસ અન્‍વયે આવતીકાલ તા.25મીથી તા.30મી ઓગસ્‍ટ સુધી તમામ કેડરના કર્મચારીઓ આંદોલન કરશે. માંગણીઓ નહીં સંતોષાય તો તા.01 સપ્‍ટેમ્‍બરથીબેમુદતી હડતાલનું વિજ કર્મચારીઓએ રણસીંગુ ફૂંકી દીધું છે. આ આંદોલનમાં વલસાડ જિલ્લાના તમામ વિજ કર્મચારી પણ જોડાશે.
વિશ્વ કંપનીઓના કર્મચારીઓની માંગણી છે કે કેન્‍દ્ર સરકાર દ્વારા સાતમા વેતન પંચ અંતર્ગત મળવાપાત્ર એલાઉન્‍સ તથા બેઝીકોની સાથે સાથે એચ.આર.એ. સહ તમામ લાભ મળવા જોઈએ જે હાલ કર્મચારીઓ વંચિત છે. આ બાબતે સંકલન સમિતિએ વિનંતી સાથે જણાવ્‍યું હતું કે, વિજ કર્મચારીઓની મહેનત થકી ગુજરાત રાજ્‍યને દેશમાં એક રેટીંગ સાથે ઉચ્‍ચ સ્‍થાન મેળવ્‍યું છે. જો માંગણી સંતોષાય તો કર્મચારીઓ ડબલ ઉત્‍સાહ સાથે કામ કરશે, નહી તર તા.30 બાદ તા.01 સપ્‍ટેમ્‍બરથી તમામ કર્મચારીઓ બેમુદતી હડતાલ ઉપર ઉતરશે તેવી ચિમકી સંકલન સમિતિ દ્વારા ઉચ્‍ચારવામાં આવી છે.

Related posts

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લોરામ નવમીએ રામ મય બન્‍યો

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી

vartmanpravah

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

Leave a Comment