Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: ભામટી પ્રગતિ મંડળ દ્વારા 77મા સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી આનંદ ઉત્‍સાહ અને પરંપરાગત રીતે કરવામાં આવી હતી.
આ વર્ષે ભામટી પ્રગતિ મંડળે ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત ‘માટીકો નમન, વીરોકો વંદન’માં ભામટી ગામના નિવૃત્ત ફૌજી શ્રી અમૃતભાઈ કાલીદાસનું તેમના પરિવાર સાથે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. શ્રી અમૃતભાઈ કાલીદાસે 1971ના ભારત – પાકિસ્‍તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તેઓ હંમેશા નવયુવાનો માટે પ્રેરણાદાયી રહ્યા હતા. તેમના દીર્ઘાયુ અને નિરોગી જીવનની કામના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા અને સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. ગામનાબાળકોએ પોતાની વિવિધ કૃતિઓ પણ રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પુષ્‍પા રાઠોડ-ગોસાવીએ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગામના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ-દીવ લોકસભા બેઠક માટે 24 કલાક માટે શરૂ કરાયો ઈલેક્‍શન કંટ્રોલ રૂમ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન

vartmanpravah

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી 

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીની ખેલો ઈન્‍ડિયામાં ઝળકી

vartmanpravah

Leave a Comment