October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી સમગ્ર શિક્ષા સમુદાય સહભાગીતા ઉપક્રમ અંતર્ગત દપાડા પંચાયતના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શિક્ષણમાં થઈ રહેલા સુધારા, વિદ્યાર્થીઓમાં જાગેલી શિક્ષણ ભૂખ, ગુણવતાપૂર્ણ શિક્ષણ, શાળામાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિ વગેરે બાબતે વાલીઓમાં જાગૃતિ આવે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શિક્ષણ પ્રત્‍યે વાલીઓની ભૂમિકા શું છે, શિક્ષકોની ભૂમિકામાં કોણ છે, વિદ્યાર્થીઓએ કેવી રીતે ભણતર કરવું ઉપરાંત અન્‍ય વિષયો પર વાલીઓ સાથે ગહન ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં વાલીઓએ પણ ઉત્‍સાહથી મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રી-સ્‍કૂલ શિક્ષણ, રમતા રમતા શીખો અભિયાન, ઈવનિંગ સેલ્‍ફ સ્‍ટડી સેન્‍ટર, શાળામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડાના આચાર્ય શ્રીમતી ડિમ્‍પલબને પટેલે આ કાર્યક્રમની પ્રસ્‍તાવના રજૂ કરી હતી. જ્‍યારે જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી રમેશભાઈએ સ્‍થાનિક ભાષામાં સંવાદ કર્યો હતો. બી.આર.સી. શ્રી ગણેશ પાટીલ, બી.આર.પી. શ્રી ગણેશ મોરેએ વિવિધ વિષયો પર વાલીઓ સાથે ચર્ચા કરી હતી. આ અવસરે શ્રી હિતેષભાઈ, શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, શ્રી બિમલસિંગ રાજપૂત, શિક્ષકો સહિત વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ સિવિલમાંથી નવજાત શિશુની ચોરી : માત્ર બે કલાકમાં શિશુ ચોરનાર મહિલા પકડાઈ

vartmanpravah

દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્‍ટર સૌરભ મિશ્રાએ પ્રસ્‍તાવનાનું કરેલું વાંચન

vartmanpravah

બાળ કલ્‍યાણ સમિતિ અને કિશોર ન્‍યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડ મહામારી દરમ્‍યાન પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ચીખલીના ખૂંધમાં પારસી સમાજનું અંતિમક્રિયા માટેના ‘ડખમુ’ નો છેલ્લા 40 કરતા વધુ વર્ષથી ઉપયોગ બંધ

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

Leave a Comment