October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના દરને લઈ અનેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માનસિક રીતે પરીક્ષાના ટેન્‍શનમાં આવી પોતાનું ઘર છોડી દઈ પરીક્ષા આપવાનું ટાળતા હોય છે અને કેટલીક વખત ન કરવાનું અચૂકતુ પગલું પણ ભરી લેતા અચકાતા નથી.
પારડી શહેર વિસ્‍તારમાં પણ ગઈકાલથી શરૂ થયેલ ધોરણ 10 અને 12 ની પરીક્ષાને લઈ પરીક્ષાના ડરે ઘર છોડી જવાનો કિસ્‍સો બનવા પામ્‍યો છે.
પારડી રામચોકની સામે રહેતા અને જલારામ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા મેહુલકુમાર રમેશચંદ્ર મોદી પોતાના ધંધાર્થે તારીખ 10.3.2023 ના રોજ અમદાવાદ ખાતે ગયા હતા.
આદરમિયાન પોતાના 19 વર્ષીય સોઢલવાડા અશ્વમેઘ શાળામાં ધોરણ 12 માં અભ્‍યાસ કરતા પુત્ર મોક્ષે અમદાવાદ ગયેલ પિતા સાથે બપોરના સમયે તમે કયારે આવશો મુજબની વાતો કરી હતી.
કામકાજ પતાવી મોડી રાત્રે ક્‍વીન ગાડીમાં પરત આવેલ પિતાને પત્‍ની ડોનિકાએ પુત્ર મોક્ષ સાંજે 6.30 વાગ્‍યા પછી કશે ઘર છોડી ચાલી ગયો જણાવતા પિતા મેહુલ કુમારે સગા સંબંધીઓ તથા આજુબાજુ વલસાડ વાપી વિગેરે સ્‍થળે તપાસ કરવા છતાં પુત્ર મોક્ષ મળી નહીં આવતા તેઓએ તા.11.3.2024 ના રોજ પારડી પોલીસ સ્‍ટેશનમાં પોતાના પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
મોક્ષ 5.6 ઇંચ ઊંચાઈ ધરાવતો ઘઉં વર્ણનો, મજબૂત બંધાનો અને લાંબી બાયની ખાખી કલરની ટીશર્ટ તથા વાદળી કલરનું જીન્‍સ અને પગમાં સેન્‍ડલ પહેરી હોય જો કોઈને ધ્‍યાને આવે તો પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વલસાડ, વાપી, પારડીમાં સૃષ્‍ટિનો સર્જનહાર જગન્નાથ રથમાં સવાર થઈ શહેરની શેરીઓની પરિક્રમાએ

vartmanpravah

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

vartmanpravah

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર ચાલુટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો દેવદૂત બની કોન્‍સ્‍ટેબલે જીવ બચાવ્‍યો

vartmanpravah

વલસાડની એન.એચ. શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી એથ્‍લેટીક્‍સ મીટમાં 13 મેડલ જીત્‍યા

vartmanpravah

Leave a Comment