January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડીના ઉંમરસાડી કોસ્‍ટલ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે એક વોક્‍સ વેગન કાર નંબર જીજે 15 સીકે 0904 બાવળના ઝાડ સાથે અથડાઈ અકસ્‍માત થયેલ હોવાની હાલતમાં મળી આવી હતી. આ અંગેની માહિતી સ્‍થાનિકમયુરભાઈ પટેલ નામના વ્‍યક્‍તિએ પારડી પોલીસને કરાતા પારડી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરતા પોલીસ પણ ચોકી ગઈ હતી.
આ અકસ્‍માતમાં મળી આવેલ વોક્‍સ વેગન કારની તપાસ કરતા પારડી પોલીસને કારની ડીકીમાંથી દમણ બનાવટનો વિવિધ બ્રાન્‍ડનો રૂા.70,600 ની કિંમતનો દારૂ મળી આવ્‍યો હતો.
બનાવ આટલેથી જ નહિ અટકતા આ કાર સાથે અકસ્‍માત થયેલ અજાણ્‍યા ઈસમનો ઈજાગ્રસ્‍ત હાલતમાં મૃતદેહ પણ મળી આવ્‍યો હતો. પોલીસે આ મૃતદેહનો કબજો લઈ એને સરકારી હોસ્‍પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. પરંતુ બૂટલેગરો એટલા બિન્‍દાસ અને બેફામ બન્‍યા હોય તેઓમાં માનવતા મરી પરવારી હોય પોતાના હસ્‍તે અકસ્‍માત કરી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી કોઈ પણ જાતના ડર વિના પોતાનું વાહન સ્‍થળ પર છોડી ભાગી છુટતા હોય છે.
પોલીસે આવા બૂટલેગરો પર સખત પગલા ભરી એમના પર ગંભીર મોતનો ગુનો નોંધી સખત સજા થાય એવી કાર્યવાહી કરવી જોઈએ એથી અન્‍ય બૂટલેગરો આવા જાન લેવા અકસ્‍માત કરી નિર્દોષ લોકોના મોત નિપજાવી ભાગી છૂટવા પહેલા સો વાર વિચાર કરે.

Related posts

શસ્રો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્‍ધિના સ્‍થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્‍યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું

vartmanpravah

વાપી ગુંજનમાં ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

વલસાડ કલેકટર કચેરી ખાતે ‘વાત્‍સલ્‍ય ઘોડિયાઘર’નું ઉદ્‌ઘાટન

vartmanpravah

ચીખલીના ખુડવેલ ગામે બે એસટી બસ વચ્‍ચે સર્જાયેલ અકસ્‍માતમાં એક ડ્રાઈવરનું મોત

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

Leave a Comment