Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

મહેસાણાની સંગઠન શક્‍તિ અને એકતા નોંધનીય છે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે શનિ-રવિના રોજ વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ હતી. વિવિધ વ્‍યવસાય આધારિત નવી ટીમો વચ્‍ચે રસાકસી મેચો રમાઈ હતી. અંતે સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાઈ હતી. ફાઈનલ વિજેતા ટીમ અને ખાસ પ્રતિભાશાળી ખેલાડીઓનું શિલ્‍ડ આપી સન્‍માન કરાયું હતું.
મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા આયોજીત તા.24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં મુખ્‍ય અતિથિ તરીકે કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. ટૂર્નામેન્‍ટમાં આંગડીાય મહાદેવ, સુપર બુલ્‍સ, પાટીદાર, ગેલકો, વિવાન, 40+, જરા, આર.કે. એન્‍ટરપ્રાઈઝ, મળી કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચ પાટીદાર વિરૂધ્‍ધ આંગડીયા ટીમ વચ્‍ચે રમાઈ હતી. જેમાં આંગડીયા ટીમ ફાઈનલ વિજેતા બની હતી. ખાસ પ્રતિભાશાળી ખેલાડીમાં બેસ્‍ટ બોલર જય પટેલ, આંગડીયા ટીમ, બેસ્‍ટ બેટ્‍સમેન સન્ની પટેલ, પાટીદાર ટીમ, મેન ઓફ ધ મેચ વિષ્‍ણુ પટેલ આંગડીયી ટીમના જાહેર થયા હતા. તમામને શિલ્‍ડ આપી નાણામંત્રીને હસ્‍તે સન્‍માન કરાયું હતું. ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ઉપસ્‍થિત નાણામંત્રીએ જણાવ્‍યું હતું કે, મહેસાણાની સંગઠન શક્‍તિ અને એકતા નોંધનીય છે.સમાજના આગેવાનો સર્વેશ્રી કમલેશ પટેલ, સતિષ પટેલ, નરેન્‍દ્ર પટેલ, ભરત પટેલ, હેમંત પટેલ, સુરેશ પટેલ, પ્રફુલ પટેલ વિગેરેએ સંપુર્ણ આયોજન સાથે મેચની સફળતા માટે પુરુષાર્થ કર્યો હતો.

Related posts

વાપી સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટની આવકથી શૈક્ષણિક કીટ અપાશે

vartmanpravah

નવસારીનાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

vartmanpravah

દાનહઃ પ્રાથમિક ગુજરાતી શાળા ગોરાતપાડામાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના સમગ્ર શિક્ષા અંતર્ગત કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા 257 શિક્ષકોને છૂટા કરાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

Leave a Comment