December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

જિલ્લા બહારનો ઉમેદવાર ગણાવી કાર્યકરોમાં ઉકળતા ચરુ જેવી સ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસએ ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી ટિકિટોની ફાળવણી જ્‍યાં હજુ પુર્ણ થઈ છે ત્‍યાં બન્ને પક્ષોમાં કેટલાક ઉમેદવારો સામે વિરોધનો સુર કાર્યકરોએ શરૂ કરી દીધો છે. જેમાં વલસાડ જિલ્લો પણ બાકાત નથી. વલસાડ-ડાંગ લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ધવલ પટેલની પસંદગીની સાથે જ કાર્યકરોમાં વિરોધનો સુર પ્રજ્‍વળી ઉઠયો છે. ધવલ પટેલની વિરૂધ્‍ધ પત્રિકા-વોર અને લેટર બોંબ ફાટી રહ્યા છે જે પ્રદેશ ભાજપ સુધી લંબાયા છે.
વલસાડ-ડાંગ લોકસભાની બેઠક માટે પ્રદેશ ભાજપએ ધવલ પટેલને ટિકિટ આપી દીધી છે. ધવલ પટેલએ પ્રચારના શ્રીગણેશ કરી પણ દીધા છે પરંતુ પક્ષના આ નિર્ણય સામે ભાજપના કાર્યકરોમાં ઉકળતા ચરુ જેવી સ્‍થિતિ સર્જાઈ છે. ધવલ પટેલનોવિરોધ થઈ રહ્યો છે. બહારના ઉમેદવાર તથા નવા ચહેરાની ગણતરી કાર્યકરો શરૂ કરી પોતાના વિરોધ દર્શાવતા એક પછી એક પત્રિકાઓ બહાર પડી રહી છે. આ પત્રિકા અને લેટર બોમ્‍બ પ્રદેશ કમલમ સુધી વિસ્‍તર્યાનું બહાર આવ્‍યું છે. ગુજરાતમાં ભાજપના ઉમેદવારોમાં વડોદરા, સાબરકાંઠા અને વલસાડમાં વિરોધ થઈ રહ્યો છે. જોવું એ રહેશે કે પ્રદેશ હાઈકમાન્‍ડ શું સ્‍ટેન્‍ડ લે છે?

Related posts

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

vartmanpravah

Leave a Comment