Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી હાઈવે બલીઠા નજીક કન્‍ટેઈનર ટક્કરમાં પારડીના યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત

અજય પટેલ મોપેડ ઉપર ટી.વી. લઈને વાપી આવી રહેલો ત્‍યારે અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી નેશનલ હાઈવે ઉપર બલીઠા અને સલવાવ નજીક આજે શુક્રવારે બપોરે દર્દનાક અકસ્‍માત સર્જાયો હતો. પારડીથી મોપેડ ઉપર વાપી આવવા નિકળેલા યુવાનનું મોપેડ કન્‍ટેનર સાથે ભટકાઈ જતા યુવાનના શરીર પર કન્‍ટેનરનું વ્‍હિલ ફરી વળતા યુવકનું ઘટના સ્‍થળે જ અરેરાટીભર્યુ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર પારડી રહેતો અજય બી. પટેલ આજે શુક્રવારે તેની મોપેડ નં.જીજે 15 ડીએમ 9008 ઉપર સવાર થઈને વાપી આવવા નિકળ્‍યો હતો. મોપેડમાં ટીવી હતું. વાપી હાઈવે સલવાવ અને બલીઠા વચ્‍ચે કન્‍ટેનર નં.એમએચ 46 એએફ 2207ની સાથે મોપેડ ભટકાતા અજય ઉપર કન્‍ટેનરનું પાછળનું વ્‍હિલ ફરી વળ્‍યું હતું. જેમાં યુવાનના શરીરના ટુકડા થઈ જતા ઘટના સ્‍થળે જ દર્દનાક મોત નિપજ્‍યું હતું. વાપી પોલીસે લાશનો કબજો લઈ પી.એમ. માટે મોકલી આપી હતી.

Related posts

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

સંપત્તિની સાચવણી માટે પણ સંસ્‍કાર સત્‍સંગ અને સદ્‌ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

સંઘપ્રદેશના નંદઘર અને સરકારી શાળાઓની બદલાયેલી સ્‍થિતિઃ પ્રદેશના મોભાદાર-ખમતીધર ઘરના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે એડમિશન

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

Leave a Comment