Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્‍તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.17: આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે નાશિકના નવ જેટલા શિવભક્‍તોએહરિદ્વારથી પદયાત્રા શરૂ કરી 60 દિવસમાં 1400 કીમીની પદયાત્રા કરી આછવણી પ્રગટેશ્વર ધામમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે પહોંચતા ધર્માંચાર્ય પરભુદાદા અને શિવ પરિવાર દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કાવડયાત્રીઓ સાથે લાવેલા ગંગાજળથી આજે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરી ધન્‍યતા અનુભવશે.
ખેરગામ તાલુકાના આછવણીના પ્રગટ પ્રગટેશ્વરધામમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે ધર્માચાર્ય પરભુદાદા તથા રમાબાના આશીર્વાદથી વિશ્વભરમાં પ્રસિદ્ધ હરકી પૌરી-હરિદ્વાર પવિત્ર ગંગા કિનારેથી ગંગાજળયાત્રા 17 ડિસેમ્‍બર 2022ના રોજથી પ્રસ્‍થાન કરી હતી. જેઓ 60 દિવસમાં આશરે 1400 કિમીની પદયાત્રા કરીને આછવણી પધારતા તેમજ નાશિકથી 200 જેટલા કવાદયાત્રીઓની પદયાત્રા આછવણીમાં સંપન્ન થતા પરભુદાદા તેમજ રમાબા અને સેવા સમિતિના સભ્‍યો ગુજરાત મહારાષ્‍ટ્ર પરિવારે તેઓનું ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું. જે તમામ પદયાત્રીઓ આજે મહાશિવરાત્રીના પર્વએ ગંગાજળથી અને બીલીપત્રથી પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશે. આછવણી સહિત નાંધઈના ગુપ્તેશ્વર મંદિર, ગંગેશ્વર તથા અખિલેશ્વર મહાદેવ મંદિર સહિત તાલુકાના તમામ શિવાલયોમાં મહાશિવરાત્રી પર્વની ભક્‍તિભાવથી ઉજવણી કરવામાં આવશે.

Related posts

દાદરા નગર હવેલી અને દમણમાં હનુમાન જન્‍મોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

vartmanpravah

વાપીમાં બેખોફ ચેઈન સ્‍નેચર ધોળા દિવસે લીફટમાં મહિલા સાથે ચઢીને મંગલસૂત્ર ખેંચી સીડી ઉતરી ભાગી છૂટયો

vartmanpravah

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment