April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02
આજરોજ તારીખ 2જી ફેબ્રુઆરી 2022ના રોજ દિલ્‍હીથીદેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન કર્યુ હતું.
આ સંબોધન સૌ સાથે મળી એક સાથે માણી શકાય જેને લઈ ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાની માર્ગદર્શન હેઠળ પારડી ભાજપ શહેર મંડળ દ્વારા પારડી સ્‍વાધ્‍યાય મંડળ ખાતે આ કાર્યક્રમ એલીડી દ્વારા નિહાળવાનું નક્કી કરવામાં આવ્‍યું હતું જેને લઇ આજે સવારે સ્‍વાધ્‍યાય મંડળ ખાતે પારડી શહેર ભાજપ પ્રભારી લલીતભાઈ ગુગલીયા, જીગીત્‍સાબેન પટેલ, પારડી ભાજપ શહેર પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ સંગઠનના તમામ હોદ્દેદારો તમામ મોરચાના પદાધિકારીઓ, નગરપાલિકાના સદસ્‍યો, શક્‍તિ કેન્‍દ્ર તથા બુથ પ્રમુખો તથા તમામ ભાજપના કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ સાથે મળી નિહાળ્‍યો હતો
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આ કાર્યક્રમ અંતર્ગત સંબોધનમાં જણાવ્‍યું હતું કે સંયુક્‍ત રાષ્‍ટ્રને પણ આ બજેટમાં ઘોષણા કરવામાં આવી છે કે આકાક્ષી જિલ્લાઓમાં રાજ્‍યોની સાથે મળી આકાક્ષી બ્‍લોક પ્રોગ્રામ ચલાવવામાં આવશે એટલે કે એને હજુ નીચે સુધી લઈ જાય વિકાસનો લાભ છેલ્લા છોડ સુધી પહોંચાડવાનો વૈજ્ઞાનિક રીત છે અને ધનનો સદુપયોગ કરવાનો, સંશોધનનો ખરો ઉપયોગ કરી ફોકસ એક્‍ટિવેટ કરવાનો એક રસ્‍તો છે ગ્રામીણ ક્ષેત્રમાં બ્‍લોક સ્‍તરે જરૂરી સુવિધા પહોંચેએના પર સરકારનો જોર છે આ ઉપરાંત રાષ્‍ટ્રની સુરક્ષા, બજેટ, અર્થવ્‍યવસ્‍થા તથા બીજા અનેક ક્ષેત્રે તેમણે સંબોધન કર્યું હતું.

Related posts

રખોલી ખાતેની મધુબન હોટલમાં કામ કરતા 55 વર્ષિય પુરૂષની બાઈક સ્‍લીપ થતાં સારવાર દરમ્‍યાન થયેલું મોત

vartmanpravah

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

Leave a Comment