April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી સહિત વલસાડ જિલ્લામાં હોળી-ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે લોકોએ મન ભરી ઉજવણી કરી હતી. શનિ-રવિ-સોમની ત્રણ દિવસની રજાઓ રાખી લોકોએ હોળી પર્વની ઉજવણી કરી હતી.
ભારતવર્ષમાં હોળીનો મહિમા અપરંપાર છે. દેશના તમામ રાજ્‍યોમાં હોળીની ઉજવણી એટલે રંગોની ઉજવણી લોકો આનંદ સાથે કરવાની પરંપરા યથાવત છે. એ અનુસાર વાપી અને વલસાડ જિલ્લામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વાપીમાં મોટાભાગની શેરીઓ અને સોસાયટીઓમાં હોળીનું પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. ભાવિકોએ હોળી દર્શન સાથે પૂજા-અર્ચના કરી હોળીની પ્રદક્ષિણાઓ કરી હતી. હોળીનો તહેવાર રંગો અને આનંદનો તહેવાર હોવાથી બીજા દિવસે સમગ્ર શહેરની દુકાનો, બજારો બંધ રહેતા અને ધુળેટીનો તહેવાર ઉજવી એકબીજાને અબીલ-ગુલાલ રંગોના રંગમાં સૌ કોઈ રંગાઈ ગયા હતા. ખાસ કરીને નવયુવાનો અને બાળકો મન મુકીને ધુળેટીના રંગ એકબીજાને છાંટી પર્વની શાનદાર ઉજવણી કરી હતી. આમ તો હોળીની ઉજવણી રાજસ્‍થાન પરિવારો માટે મોટો મહિમાવંતુ પર્વ છે. તેથી રાજસ્‍થાની પરિવારોએ અલગ અલગ જગ્‍યાએ ફાગોત્‍સવના પણ આયોજનો કર્યા હતા.

Related posts

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

ડહેલીથી સાબિયા ગુમ થઇ છે

vartmanpravah

રાજ્‍યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી નગરપાલિકાના રૂા.816 લાખના ખર્ચે તૈયાર થનાર પેડેસ્‍ટ્રીયન અંડરપાસ/સબવેનું ખાતમૂહુર્ત અને નગરપાલિકાના 57 સફાઈ કામદારોને હુકમો એનાયત કરાયા

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

સુંઠવાડ પાટિયા પાસે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ઓઈલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા ઉપર ઓઈલની નદીઓ વહેતી થઈ હતી

vartmanpravah

Leave a Comment