December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

વાંસદામાં 226, ચીખલીમાં 263 અને ખેરગામમાં 177 સ્‍થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.26: લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે સ્‍વાગત કાર્યક્રમ. સ્‍વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતાં રાજ્‍ય સરકાર દ્વારા ‘સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત આજ રોજ નવસારીનાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓ ખાતે સ્‍વાગત કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા.
‘સ્‍વાગત સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વાંસદા તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્‍યાયના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 202 ગ્રામ કક્ષાની અરજીઓ અને 24 તાલુકા કક્ષાની અરજીઓ મળીને કુલ 226 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
જ્‍યારે, ચીખલી તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પ લતાના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 257 ગ્રામ કક્ષાની અરજીઓ અને 06 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 263 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ જ શ્રૃંખલા હેઠળ, ખેરગામ તાલુકાનો સ્‍વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારીશ્રીડી.આઈ. પટેલના અધ્‍યક્ષસ્‍થાને ખેરગામ ખાતે યોજાયો હતો. આ સ્‍વાગત કાર્યક્રમમાં 165 ગ્રામ કક્ષાની અરજીઓ અને 12 તાલુકા કક્ષાની અરજીઓનો મળીને કુલ 177 અરજીઓનો નિકાલ કરવામાં આવ્‍યો હતો.
આ કાર્યક્રમોમાં પાણી પૂરવઠો, વીજળી, સિટી સર્વે, પોલીસ, મહેસૂલ, ત્‍ઘ્‍ઝલ્‍ વિગેરે વિભાગોને સંબંધિત અરજીઓનું નિરાકારણ લાવવામાં આવ્‍યું હતું.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, અરજદારો તથા સ્‍થાનિક લોકો આ કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર કકવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS પ્રમાણપત્ર એનાયત

vartmanpravah

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

vartmanpravah

મિશન મિલાપ અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવી આપ્‍યો

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો

vartmanpravah

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment