October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકો અને આરોગ્‍ય કર્મચારીઓને અડધો એપ્રિલ વિતવા છતાં માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓમાં ફેલાયેલી નારાજગી

પગાર માટેના પેસા સોફટવેરમાં એન્‍ટ્રીની માથાકૂટમાં સર્જાયેલી મોકાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.16: ચીખલી તાલુકામાં 176- જેટલી પ્રાથમિક શાળાઓમાં 841-જેટલા શિક્ષકો જ્‍યારે બાર જેટલા આરોગ્‍ય મંદિરોમાં 344 જેટલાનો ફરજ બજાવે છે. આ તમામને માર્ચ મહિનાનો પગાર ન મળતા નારાજગી ફેલાવવા પામી છે. અડધો એપ્રિલ માસ વીતી જવા સાથે માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓના વિવિધ લોનના હપ્તા સહિતની ગોઠવણો ખોરવાઈ જવા પામી છે. સામાન્‍ય રીતે મહિનાની 10 તારીખ સુધીમાં પગાર થઈ જતો હોય છે અને તે રીતે કર્મચારીઓએ લોનના હપ્તાની ગોઠવણ કરેલ હોય છે પરંતુ આ વખતે પગારમાં ઘણો વિલંબ થતાં લોનના હપ્તા ચુકી જવા સહિતની નોબત આવી છે.
સરકાર દ્વારા હાલે કેટલાક સમયથી પેસા સોફટવેરના માધ્‍યમથી કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. આ પેસા સોફટવેરમાં સર્વર ખોટકાવવાના કે અન્‍ય કોઈ કારણોસર જે ઝડપથી સમયસર પગારની એન્‍ટ્રીઓ ન થતા આ મોકાણ સર્જાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. બીજી તરફ આ સ્‍થિતિમાં ગ્રાન્‍ટપણ વિલંબાતા સમયસર કર્મચારીઓને પગાર ચૂકવાઈ શકય ન હોવાની પણ વિગત સાંપડી હતી. સરકાર દ્વારા પેસા સોફટવેર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે પરંતુ આ સોફટવેર સુચાર રીતે ચાલી શકે તેવી વ્‍યવસ્‍થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સોફટવેર ન ચાલે તેવા સમયે કોઈ અન્‍ય વિકલ્‍પ પણ આપવામાં ન આવતા હોય કર્મચારીઓ પાસે રાહ જોવા સિવાયનો કોઈ વિકલ્‍પ રહેતો નથી અને સમયસર પગારના અભાવે કર્મચારીઓએ અનેક મુશ્‍કેલીઓ વેઠવાની નોબત આવી છે.
સામી ચૂંટણીએ જ સરકારી કર્મચારીઓ પગારથી વંચિત સીડીએચઓ ડો.રંગુનવાલાના જણાવ્‍યાનુસાર કર્મચારીઓના પગારના બિલ મુકાઈ ગયેલા છે. પેસા સોફટવેરના થોડા ઈસ્‍યુ હતા એ સમસ્‍યાનું નિરાકરણ થઈ ગયેલ છે. આ વખતે બધાના જ પગાર લેટ થયા છે પરંતુ એક બે દિવસમાં થઈ જશે.

Related posts

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્‍યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક

vartmanpravah

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment