April 27, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

વલસાડ, તા.29

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં ખેતી માટે પાણીની સમસ્યા સૌથી મોટી છે. માત્ર વરસાદ આધારિત જ ખેતી થઈ શકતી હોય છે ત્યારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) અંતર્ગત કપરાડા તાલુકાના ચાંદવેગણ ગામે દોલધા નદી પર ચેકડેમ બનાવ્યો છે. જેમાં અંદાજીત ૮૦૦૦ ઘ. મીટર પાણીનો જથ્થા સંગ્રહ થતા ૫ હેકટર જમીનમાં કુલ ૧૬ જેટલા ખેડુતોને સિંચાઇનાં લાભો મળશે. જેનાં કારણે શિયાળા, ઉનાળામાં પણ ખેડૂતો ખેતી કરી શકશે. જેમાં વર્ષ દરમ્યાન શાકભાજી તેમજ ફળાઉ પાકોનું ઉત્પાદન કરી શકશે. સિંચાઈ માટે પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા આ ગામનાં ખેડુતોને ખૂબ જ મદદરૂપ થશે અને આજીવિકામાં પણ વધારો થશે. જલ શક્તિ અભિયાન અંતર્ગત જિલ્લામાં જળ સંચય અને જળ સંરક્ષણના પૂર્ણ થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા નિયુક્ત સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી હતી.

જલશક્તિ મંત્રાલયમાંથી રતિ માધવા રાવ, IOFS, ડેપ્યુટી સેક્રેટરી (સેન્ટ્રલ નોડલ ઓફિસર) અને ડો.કે. રાજારાજન, હાઈડ્રોલોજીસ્ટએ સ્થળ મુલાકાત લઈ જિલ્લાના તમામ તાલુકા ખાતે હાથ ધરાયેલા વિવિધ કામો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત પાનવા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભામાં હાજર રહી જળ શકિત અભિયાન અંગે ગ્રામજનોને પણ જાગૃત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારશ્રી દ્વારા જળ શક્તિ અભિયાન- કેચ ધ રેઇન-૨૦૨૨ અંતર્ગત વરસાદી પાણીનાં જળસંગ્રહ, જળસંચય તથા ભુગર્ભ જળ સ્તર ઉંચુ લાવવાનાં વિવિધ કામો હાથ ધરવા સંદર્ભે વલસાડ જિલ્લાના તાલુકાઓમાં દક્ષિણ વન વિભાગ, વલસાડ સિંચાઈ વિભાગ, દમણગંગા નહેર સંશોધન વિભાગ વલસાડ, મનરેગા અને વોટરશેડ ડિપાર્ટમેન્ટ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંચયનાં વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે.

Related posts

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગૃપ ઓફ વલસાડ દ્વારા કપરાડાના વાવર અને હુંડા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલનો નવતર અભિગમઃ ગ્રામ્‍ય વિસ્‍તારોની સમસ્‍યા જાણવા સરપંચો અને જિ.પં. સભ્‍યો સાથે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment