January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડ

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

150 જેટલા યુવક-યુવતીઓ દ્વારા જીવનસાથીની પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: સમસ્‍ત ધોડિયા સમાજ જીવનસાથી ગ્રુપ દ્વારા સુરખાઈ જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો. પસંદગી મેળામાં ઓનલાઇન ડિજીટલ પ્‍લેટફોર્મ પૂરું પાડી રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં રજીસ્‍ટ્રેશન થયેલા 450 જેટલા યુવક-યુવતીઓ પૈકી 150 જેટલા યુવક-યુવતીઓ દ્વારા જીવનસાથીની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આદિવાસી ઢોડિયા જ્ઞાતિના લગ્નને લાયક યુવક અને યુવતીઓ, વિધવા-વિધુર, ત્‍યકતા કે છૂટાછેડા વાળા સમાજના જીવન સાથીની શોધ કરતા ઉમેદવારો એક જ મંચ ઉપર પસંદગી મેળવી શકે તે મુખ્‍ય આશય હતો.
આ અવસરે સમસ્‍ત ઢોડિયા સમાજ જીવનસાથી ગ્રૂપના અધ્‍યક્ષ સેલવાસના અશોકભાઈ સી. પટેલે આજના પ્રવર્તમાન સમયમાં દીકરીઓની સમસ્‍યાના કારણે ઉદભવેલી પરિસ્‍થિતિનો ચિતાર આપ્‍યોહતો.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહેમાનો ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા પ્રમુખ, સમસ્‍ત આદિવાસી સમાજ ગુજરાત દ્વારા કાર્યક્રમના સફળ આયોજન બદલ શુભકામના પાઠવી સમાજના ઉત્‍કર્ષ માટે કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો હતો. ઢોડિયા સમાજના આગેવાનોએ જીવનસાથી મેળામાં પસંદગી પામેલા યુવક-યુવતીઓને શુભેચ્‍છાઓ આપી હતી.
આ મંચનો હેતુ સમાજના યુવા વર્ગ ઉપરાંત 50 કે 60 વર્ષની વયે પહોંચેલા વયસ્‍કોને કે જેઓએ તેમના જીવનસાથી ગુમાવ્‍યો છે અને એકલવાયું જીવન જીવે છે તેવા ઉમેદવારોને પણ જીવનસાથીની શોધમાં મદદરૂપ થવાનો શુભ આશય રહેલો છે, એમ અશોકભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું.
સમસ્‍ત ઢોડિયા સમાજ પસંદગી ગ્રૂપ દ્વારા પસંદગી મેળાને સફળ બનાવવા ઠાકોરભાઈ પટેલ, રવિન્‍દ્રભાઈ પટેલ, નરેન્‍દ્રભાઇ પટેલ, મનહરભાઈ જે. પટેલ, સુનિલભાઈ વી. પટેલ, લાલજીભાઇ જે. પટેલે કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2004ની લોકસભા ચૂંટણીમાં ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે ચૂંટાતા દમણ-દીવમાં કોંગ્રેસની દાદાગીરી અને ભાઈગીરીની થયેલી શરૂઆત

vartmanpravah

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

કોલક ખાડીમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો વેપલો ફરી શરૂ: પારડી પોલીસે 26 હજારનો દારૂ અને બે મોટર સાયકલ મળી 121400 નો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા યુવા ઓરિએન્‍ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દુલસાડ ખાતે ઢોડિયા સમાજ સમસ્‍ત બાવીસા કુળ પરિવારનું સંમેલન યોજાયું

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

Leave a Comment