October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ 28-એપ્રિલ રવિવારના રોજ બપોરના સમયે ગૌરક્ષક પ્રેમસિંગ ગાજીનાથ ગોસ્‍વામી (રહે.શનિદેવ મંદિર વલોટી તા.ગણદેવી) ની બાતમીના આધારે પીએસઆઈ એચ.એસ.પટેલ સહિતના સ્‍ટાફે માણેકપોર ગામના નવાનગરમાં અંજુનખાન કૈયુમખાન પઠાણના ઘરમાં ફ્રિજમાંથી સાડા છ કિલોગ્રામ જેટલું પશુમાસ ઝડપી પાડી તે અંગે પૂછપરછ કરતા ત્‍યાં હાજર અંજુમખાને ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા પોલીસે વેટરનિટી અને એફએસએલ મારફત ખાત્રી કરાવતા ઉપરોક્‍ત પશુમાસ ગૌવંશનું હોવાનું બહાર આવ્‍યું હતું.
પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમની જોગવાઈ મુજબ અંજુમખાન કૈયુબખાન પઠાણ (રહે.માણેકપોર નવાનગર ઘર નં.104 તા.ચીખલી) સામે ગુનો નોંધી તેની અટક કરી મંગળવારના રોજ ચીખલી નામદાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્‍ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

પારડી ને.હા.48 ઉપર વાહન ચાલકે અજાણ્‍યા રાહદારીને કચડી નાંખતા મોત

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી.માં પ્રથમવાર વિદેશની તર્જ પર કોબલ સ્‍ટોન રસ્‍તા બનશે

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

vartmanpravah

ધાપસા ટર્નિંગ પાસે બાઈક ડિવાઈડર સાથે ટકરાતા એકનુ ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

vartmanpravah

Leave a Comment