Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

મોપેડમાં પકડાયેલ બે ટીન બિયરનો કેસ નહી કરવા લાંચ માંગી હતી : 50 હજાર લીધા બાદ કેસ કરેલ બાકી વધુ 20 હજાર માંગતા કોન્‍સ્‍ટેબલ એસીબીના છટકામાં ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: ઉમરગામ તાલુકાની નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતો નૈનેશ મણીયા હળપતિ રૂા.20 હજારની લાંચ લેતા એન્‍ટી કરપ્‍શન બ્રાન્‍ચની ટીમે ઝડપી પાડતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામી છે. ગતરોજ સાંજના અરસામાં ફણસા ચાર રસ્‍તાથી દમણ જતા રોડ ઉપર ટાટાવાડીથી કાલઈ ગામ તરફ જતા રોડની બાજુમાં ઘટના બનવા પામી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીની મોપેડ ગાડીની ડીકીમાંથી મરીન પોલીસ સ્‍ટેશનના કર્મચારીઓ દ્વારા ચેકિંગ દરમિયાન બે બિયરની ટીન મળી આવી હતી. જેના માટે ફરિયાદીને માર નહીં મારવાનું, મોબાઈલ અને ગાડી ગુનાના કામે જમા નહીં કરવાનું તેમજ ફરિયાદી ઉપર દારૂનો ગુનો દાખલ નહીં કરવા માટે રૂા.1 લાખની માંગણી કરી હતી. જે માંગણી રકઝકના અંતે રૂા. 70 હજારમાં નક્કી થવા પામી હતી અને જેમાંથી રૂા.50 હજાર ફરિયાદીના ભાઈએ તાત્‍કાલિક કોન્‍સ્‍ટેબલ નૈનેશ હળપતિને આપ્‍યા હતા. પરંતુ રૂા.20 હજાર જે તે સમયે કોન્‍સ્‍ટેબલને આપવાના બાકી રહી જતા ફરિયાદી ઉપર દારૂનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો. તેમ છતાં પણ કોન્‍સ્‍ટેબલે બાકી રહેલા રૂા. 20હજારની વસુલાત ચાલું રાખી હતી. જેથી ફરિયાદીએ એસીબી ટીમનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ આપેલી માહિતી મુજબ વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્‍ટેશનના અધિકારી શ્રી કે.આર.સક્‍સેના, સુપરવિઝન અધિકારી શ્રીમતી એ.કે. ચૌહાણ અને એમની ટીમે છટકું ગોઠવ્‍યું હતું. અધિકારી અને ફરિયાદીએ ગોઠવેલા તખ્‍તામાં પોલીસ કોન્‍સ્‍ટેબલ રૂા.20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. શરૂઆતમાં પોલીસ કોન્‍સ્‍ટેબલને લાંચ સ્‍વીકાર્યા બાદ એસીબીની ગંધ આવી જતા બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં ભાગવાની કોશિશ કરી હતી પરંતુ એસીબીની ટીમના સભ્‍યોએ બળ પ્રયોગ કરી આરોપીને પકડી લેવામાં આવ્‍યો હતો.

Related posts

દમણમાં કોરોના મહામારીના નિયંત્રણથી ડીજે અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે સંકળાયેલા સેંકડો કર્મચારીઓ માટે ઉભો થયેલો રોજી-રોટીનો પ્રશ્ન

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

દમણ બાલ ભવન દ્વારા આયોજિત જુનિયર ડાન્‍સ ગ્રુપ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા ડાભેલના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કર્યું

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

Leave a Comment