Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણ સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં નવા વકીલોને આપવામાં આવેલીતાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે શુક્રવારે સાંજે 4 કલાકે સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં નવા વકીલો માટેની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય કમ સચિવ અને જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી પવન એસ બંસોડ અને જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ શ્રીમતી એસ.એન.સાવલેશ્વરકરે તાલીમ શિબિરમાં નવા વકીલોને ફોજદારી કેસોમાં તેમજ તેમની સેવાઓની ગુણવત્તા સુધારવા માટે તાલીમ આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા (બીસીઆઈ)એ કાયદાકીય વ્‍યવસાયના સ્‍તરને સુધારવા માટે ઘણાં કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આજે દમણ કોર્ટમાં નવા વકીલોને સેવા અને ગુણવત્તા સુધારવાની તાલીમ આપવામાં આવી હતી.
અત્રે આયોજીત તાલીમ શિબિરમાં રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણના સભ્‍ય કમ સચિવ અને જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી પવન એચ બંસોડે જણાવ્‍યું હતું કે કાયદાકીય જગતમાં યોગ્‍ય અને યોગ્‍ય જ્ઞાન એ જ સર્વોચ્‍ચ છે અને ધોરણો સર્વોચ્‍ચ છે. તેમણે નવા વકીલોને કહ્યું હતું કે તેઓ મનુપત્ર સોફટવેરની મદદથી કાયદાની ગૂંચવણો શીખવામાં મદદ લઈ શકે છે. કારણ કેમનુપત્ર કોઈપણ કાયદાના વિદ્યાર્થી માટે કાયદાની ગીતા સમાન છે. તેની પાસે ભારતીય કેસો તેમજ વિદેશી કેસોનો વિશાળ કાનૂની ડેટાબેઝ છે. કાયદા ઉપરાંત, તે નાણાંકીય, કરવેરા, એકાઉન્‍ટિંગ, શૈક્ષણિક, બેંકિંગ, કન્‍સન્‍ટિંગ, આઈપીઆર, મીડિયા અધિકારો, નીતિ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ પ્રદાન કરે છે. તે ભારતના ઓનલાઈન કાનૂની સંશોધનમાં કેટલીક મહાન ક્રાંતિ લાવી છે.

Related posts

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah

ચાઈનીસ દોરી વિરૂધ્‍ધ વલસાડ પોલીસે કાર્યવાહી કરી : 59 ફીરકી સાથે ડુંગરીના વેપારીની અટક

vartmanpravah

વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાઈ : ડુંગરામાં એસટીપી પ્‍લાન્‍ટ અને ચલામાં ફાયર સ્‍ટેશન બનશે

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

સરકારની સ્માર્ટ ફોન યોજનાથી વલસાડ જિલ્લાના ખેડૂતો સ્માર્ટ બન્યા, કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી સાથે કદમ મેળવ્યા

vartmanpravah

Leave a Comment