October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

ડિજિટલ બેંકિંગ સેવાથી ઘણાં જ ફાયદા થઈ રહ્યા છે, પહેલાં રોકડ રકમ લઈને જતા તો કેટલાક અસામાજીક ઈસમો એને છીનવી લેવાની પેરવીમાં રહેતા હતા, પરંતુ હવે ડિજિટલ લેવડ-દેવડના કારણે સંપૂર્ણ સુરક્ષિત સેવાઓ મળી રહેશેઃ સાંસદ લાલુભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16 : ભારતની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્‍સવ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શુભારંભ કરવામાં આવેલ આ 75 ડિજિટલ બેંકિંગ યુનિટ(ડિબિયુ)માંથી 8 ડિબિયુ દેશની મુખ્‍ય સાર્વજનિક ક્ષેત્રની બેંક, એક બેંક ઓફ બરોડા દ્વારા ખોલવામાં આવી છે. જેમાં 8ડિજિટલ બેંકિંગ યુનિટ સેલવાસ, ઈન્‍દોર, કાનપુર, કરોલી, કોટા, લેહ, વડોદરા અને વારાણસીમાં ખોલવામા આવી છે.
આ ડિજિટલ બેંકિંગ યુનિટમાં દરેક સેવાઓ ડિજિટલ પેપરલેસ અને પૂર્ણ રીતે સુરક્ષિત ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. અલગ અલગ વર્ગના લોકોની જરૂરતો અને પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા માટે ડિજિટલ બેંકિંગ યુનિટમાં બે માધ્‍યમોથી સેવાઓ આપવામાં આવશે, જેમાં સ્‍વયં સેવા ઝોન, ડિજિટલ સહાયતા ઝોન જેમાં સહાયતા પ્રાપ્ત સેવાઓ પ્રદાન કરવામાં આવશે. સ્‍વયં સેવા માધ્‍યમથી આપવામાં આવી રહેલ ડિબીયુ સેવાઓ 365 દિવસ 24×7 આધારે ઉપલબ્‍ધ રહેશે. આ સેવાઓમાં રોકડ ઉપાડવા અને જમા કરવા, ખાતા ખોલવા, ડિજિટલ લોન પ્રાપ્ત કરવા, પાસબુક પ્રિન્‍ટીંગ સહિત કેટલીક પ્રકારની અન્‍ય સેવાઓ સામેલ છે.
આજના પ્રસંગે બેંક ઓફ બરોડાના મુખ્‍ય કાર્યપાલક અધિકારી શ્રી સંજીવ ચઢ્ઢાએ જણાવ્‍યું કે ભારત સરકારને ડિજિટલ ભારતના દ્રષ્ટિકોણના રૂપે શરૂ કરવામાં આવેલ ડિજિટલ બેંકિંગ યુનિટ વધુમાં વધુ લોકોને ડિજિટલ બેંકિંગ સેવાઓને સુવિધાજનક અને સુરક્ષિત રીતે ઉપયોગ કરવા માટે મદદ કરશે અને ડિજિટલ રીતે નાણાંકીય સાક્ષરતા અને નાણાંના લેવડ-દેવડને પ્રોત્‍સાહન આપવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
તેઓએ જણાવ્‍યું હતું કે, બેંક ઓફ બરોડામાં અમારીડિજિટલ રૂપાંતરણ પ્રક્રિયા ચાલુ છે અને અમારી આ દૂરોગામી પહેલ ડિજિટલ બેંકિંગનો લાભ દેશભરના નાગરિકો સુધી પહોંચવા સુનિヘતિ કરશે.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આપણે ગર્વ લેવાની વાત છે કે આ 75 બ્રાન્‍ચમાં આપણી સેલવાસની બ્રાન્‍ચને પણ પસંદ કરવામાં આવી છે. આ ડિજિટલ બેંકિંગ સેવાથી ઘણાં જ ફાયદા થઈ રહ્યા છે, આ પહેલાં પહેલાં જે રોકડ રકમ લઈને જતા તો કેટલાક અસામાજીક ઈસમો એને છીનવી લેવાની પેરવીમાં રહેતા હતા. હવે ડિજિટલ લેવડ-દેવડના કારણે સંપૂર્ણ સુરક્ષિત સેવાઓ મળી રહેશે.
સેલવાસમાં ખોલવામાં આવેલ ડિજિટલ બેંકિંગ યુનિટના ઉદ્‌ઘાટન પ્રસંગે દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, બેંકના અધિકારી શ્રી શરતકુમાર પાણીગ્રહી, શ્રી એન.ડી.જી.એમ., વલસાડ બ્રાન્‍ચના રીજનલ મેનેજર શ્રી શૈલેન્‍દ્ર કુમાર સિંહ, શ્રી રામનરેશ યાદવ, શ્રી અજય મીણા-સીઓ ડિબીયુ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

વાપીના પૂર્વ નગરસેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15 મી પુણ્‍યતિથિએ મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

Leave a Comment