Vartman Pravah
ગુજરાત

તા.૧પ થી ૨૮ જુલાઇ દરમિયાન એસ.એસ.સી./ એચ.એસ.સી. રીપીટર/ખાનગી/પૃથ્થમક વિદ્યાર્થીઓની – પરીક્ષા યોજાશે

  • વલસાડ જિલ્લામાં ૨૩ કેન્‍દ્રો ખાતે  ૮૭ બિલ્‍ડિંગોમાં ૧૪૪૯૬ ઉમેદવારો પરીક્ષા આપશે
  • વલસાડ જિલ્લામાં પરીક્ષાના સુચારુ આયોજન સંદર્ભે વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૦૮: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા લેવાનાર એસ.એસ.સી. અને એચ.એસ.સી. (વિજ્ઞાન /સામાન્‍ય પ્રવાહ) જુલાઇ  ૨૦૨૧ રીપીટર/ખાનગી/પૃથ્‍થક વિદ્યાર્થીઓની – પરીક્ષા તા.૧પ થી ૨૮મી જુલાઇ, ૨૦૨૧ દરમિયાન યોજાશે. જેમાં એસ.એસ.સી.ના ૯૦૧૬ અને એચ.એસ.સી.ના પ૪૮૦ મળી કુલ- ૧૪૪૯૬ ઉમેદવારો જિલ્લાના ૨૩ કેન્‍દ્રો ખાતે ૮૭ બિલ્‍ડિંગોમાં કોવિડ-૧૯નો ગાઇડલાઇન મુજબ પરીક્ષા આપશે. વલસાડ જિલ્લાના પરીક્ષાર્થીઓ સારી રીતે, વિશ્વાસ સાથે અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે એ હેતુસર શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર ચૂડાસમાની અધ્‍યક્ષતામાં વીડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી અને કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. અગ્રેની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઇ હતી.  આ બેઠકમાં કલેકટર, વલસાડ દ્વારા પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્‍થ રીતે કરવાની સંબંધિત તમામ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ. વસાવાએ વલસાડ જિલ્લામાં પરીક્ષા સંબંધે ગોઠવાયેલી વ્‍યવસ્‍થા અંગે જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, પરીક્ષા કેન્‍દ્રો ભૌતિક સગવડો જેવી કે ફરજીયાત સી.સી.ટી.વી. કેમેરાની સગવડ, બ્‍લોકની વ્‍યવસ્‍થા, કંપાઉન્‍ડ, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા સાથે ઉપલબ્‍ધ છે. આ પરીક્ષા સંદર્ભેના ૩-ઝોનલ અધિકારીઓ, ૩-કોવિડ કોઓર્ડીનેટર, ૬-કન્‍ટ્રોલરૂમ સ્‍ટાફ, ૩પ-ઝોન કચેરીના સ્‍ટાફ, ૯૩-સરકારી પ્રતિનિધિશ્રીઓ અને પરીક્ષા સ્‍થળો ઉપર ૯૧-સ્‍થળ સંચાલકોને તાલીમ આપવામાં આવી છે.

પરીક્ષા સમય દરમિયાન સદર પરીક્ષા બિલ્‍ડીંગોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્‍યાના વિસ્‍તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્‍ટ્રોનિક, ડીજીટલ કે સ્‍માર્ટ ઉપકરણો અને બિન અધિકૃત સાહત્‍યિનો ઉપયોગ ન કરવા માટે કલેકટરશ્રી દ્વારા જરૂરી જાહેરનામું લાગુ કરવામાં આવ્‍યું છે. પરીક્ષાલક્ષી તમામ સાહત્‍યિ લાવવા કે લઈ જવા માટે, ઝોન કચેરી ખાતે, તેમજ પ્રત્‍યેક પરીક્ષા બિલ્‍ડીંગો પર સલામતી વ્‍યવસ્‍થા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જરૂરિયાત મુજબનો પોલીસ બંધોબસ્‍ત પણ ગોઠવવામાં આવશે.

કોવિડ-૧૯ મહામારીને ધ્‍યાને લઈ પ્રત્‍યેક પરીક્ષાના બ્‍લોક-બિલ્‍ડીંગો ૧૦૦ ટકા સેનિટાઈઝ કરાવામા આવશે. પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલ તમામ અધિકારીઓ/કર્મચારીઓ, પરીક્ષાર્થીઓનું સામાજીક અંતર જળવાય તથા કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રીની તમામ સૂચનાઓનું ચુસ્‍તપણે પાલન કરવામાં આવશે. તમામ પરીક્ષાર્થીઓ અને સ્‍ટાફે માસ્‍ક ફરજીયાત પહેરવાનું રહેશે. જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા પરીક્ષામાં સંકળાયેલ તમામ સ્‍ટાફ અને પરીક્ષાર્થીઓનું ફરજીયાત સ્‍ક્રીનીંગ થર્મલગન વડે કરાવવામાં આવશે. પ્રવેશ સમયે પરીક્ષા બિલ્‍ડિંગના મુખ્‍ય પ્રવેશ દ્વાર પર સેનિટાઇઝર અને સ્‍ક્રીનીંગની કામગીરી કરવામાં આવશે. જેથી તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા પ્રવેશ લેવાનો રહેશે. ત્‍યારબાદ કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રવેશ સમયે પણ સામાજિક અંતર જાળવી પરીક્ષા બિલ્‍ડિંગ પરનો સ્‍ટાફ જે પ્રમાણે સૂચવે એ પ્રમાણે સૂચનાઓનું પાલન કરવા તથા સૂચના મુજબ જ પરીક્ષા સ્‍થળ છોડવાનું રહેશે. પરીક્ષા બિલ્‍ડિંગ, લોબી, વર્ગખંડમાં કે બિલ્‍ડિંગ બહાર પણ ટોળામાં ભેગા થઈ શકશે નહીં.જેની વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

vartmanpravah

ચીખલી પોલીસે માણેકપોર ગામેથી ગંજીપાનાનો જુગાર રમતા ચાર જેટલાને ઝડપી પાડયા

vartmanpravah

પારડી હાઈવે સ્‍થિત તુલસી હોટલ સામેથી મોડી રાત્રે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતા પારડી પી.આઈ. બી.જે સરવૈયા

vartmanpravah

ઉમરગામની વાડીયા હાઈસ્‍કૂલની ધો.10ની બે વિદ્યાર્થિની અકસ્‍માતનો ભોગ બની, પરીક્ષા સ્‍ટાફ ખડેપગે સેવામાં રહી બંનેને હિંમતભેર પરીક્ષા અપાવી

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ

vartmanpravah

Leave a Comment