October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી તાલુકાના ખારેલ હાઈવે પર કાર ચાલકને બચાવવા જતા કેમિકલ ભરેલ કન્‍ટેઈનર પલ્‍ટી ગયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.03: નેશનલ હાઇવે ઉપર દિન પ્રતિદિન અકસ્‍માતની સંખ્‍યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો જિલ્લા અસંખ્‍ય અકસ્‍માતના બનાવો બનતા કેટલાક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્‍યા છે. ત્‍યારે શુક્રવારની બપોરના સમયે વધુ એક અકસ્‍માતનો બનાવ બનવા પામ્‍યો હતો. જેમાં ગણદેવી તાલુકાના ખારેલ ઓવરબ્રિજ પાસે કાર ચાલકને બચાવવા જતાં કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી મારી જવા પામ્‍યું હતું. જેમાં કન્‍ટર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા જેને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યો હતો. કન્‍ટેનર પલ્‍ટી જતાં હાઈવે પર કેમિકલ ઢોળાયું હતું. અકસ્‍માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. ઘટનાની જાણ ગણદેવી પોલીસને કરતા પીએસઆઈ એસ.વી.આહીર સહિતનો સ્‍ટાફ સ્‍થળ ઉપર ધસી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો.
(તસ્‍વીર દીપક સોલંકી ચીખલી)

Related posts

દાનહ કોંગ્રેસની સદસ્‍યતા અભિયાનની સમીક્ષા કરવા સેલવાસ પહોંચેલા સુપરવાઈઝર ડો. વિજયાલક્ષ્મી સાધો, અશોક બસોયા અને સહ-નિરીક્ષક પ્રતાપ પુનિયા

vartmanpravah

સેલવાસમાં એચ.પી. ગેસ એજન્‍સી દ્વારા ગ્રાહકોને સમયસર સિલિન્‍ડર પહોંચાડવા નનૈયો

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah

પારડી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓનો સીએચસી ખાતે મેડિકલ તપાસ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

Leave a Comment