April 26, 2024
Vartman Pravah
Otherદેશ

પ્રધાનમંત્રીએ અગ્રણી વિજ્ઞાન સંસ્થાઓ સાથેની વાતચીત અંગે ટ્વીટ્સ કર્યા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)

નવી દિલ્હી, તા.૦૮ઃ

કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાનોના 100થી વધુ નિર્દેશકો સાથે વાતચીત પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં પ્રેઝન્ટેશન્સ રજૂ કરનાર અગ્રણી સાયન્સ અને ટેકનોલોજી સંસ્થાનો સાથેની વાતચીત અંગેની વિગતો શેર કરી હતી. પ્રધાનમંત્રીએ આઈઆઈએસસી બેંગલુરુ, આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી ચેન્નઈ, આઈઆઈટી કાનપુર અંગે ટ્વીટ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરીને કહ્યું

અગ્રણી આઈઆઈટી અને @iiscbangaloreના નિર્દેશકો સાથે એક સમૃદ્ધ વાતચીત થઈ, જે દરમિયાન અમે ભારતને સંશોધન અને વિકાસનું કેન્દ્ર બનાવવા, નવાચાર અને યુવાનો વચ્ચે વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા સહિતના અનેક વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કર્યુ.

@iiscbangaloreટીમે રોબોટિક્સ જેવા ક્ષેત્રોમાં પોતાનું મુખ્ય આરએન્ડડી પહેલો પર એક રસપ્રદ પ્રસ્તુતિ શેર કરી, જે દરમિયાન અમે શિક્ષણમાં પ્રયાસો જેમકે ગણિત/વિજ્ઞાનના શિક્ષકોને તાલીમ, કોવિડ-19 કાર્ય અંગે તાલીમનો તેમાં સમાવેશ થાય છે. તેમણે આત્મનિર્ભર ભારતમાં સ્વાસ્થ્યને મહત્વ આપવા અંગે ભાર મૂક્યો હતો.

મને નાઈટ્રોજન જનરેટરને ઓક્સિજન જનરેટરમાં બદલવા, કેન્સરના ઈલાજ માટે સેલ થેરાપી અને LASE કાર્યક્રમ શરૂ કરવા, ડિજિટલ હેલ્થમાં માસ્ટર્સ, એઆઈ અને ડેટા સાયન્સ જેવા તેમના એકેડેમિક નવાચારો માટે ટેકનોલોજીમાં  @iitbombayના વ્યાપક કાર્ય વિશે જાણીને ખુશી થઈ.

@iitmadrasની ટીમે કોવિડ શમન પ્રયાસો જેમકે મોડ્યુલર હોસ્પિટલની સ્થાપના, હોટસ્પોટ પ્રિડિક્શન, તેમના બહુવિષયક સંશોધનઅને તેમના ઓનલાઈન બીએસસી ઈન પ્રોગ્રામિંગ એન્ડ ડેટા સાયન્સ અંગે વાતચીત કરી હતી. તેઓ સમગ્ર ભારતમાં ઉત્તમ ડિજિટલ કવરેજ પર પણ કામ કરી રહ્યા છે.

@IITKanpurને બ્લોકચેન ટેકનોલોજીસ, વાયુની ગુણવત્તા પર દેખરેખ, ઈલેક્ટ્રોનિક ઈંધણ ઈન્જેક્શન વગેરે માટે એક કેન્દ્ર બનતા જોવી એ એક ગૌરવની વાત છે. સ્ટાર્ટઅપ્સને અપાતા સહયોગ, વ્યાવસાયિકોના અપસ્કિલિંગથી ભારતની યુવા શક્તિને ઘણો ફાયદો થશે.

બેઠકની વિગતો આ લિન્ક પર જોઈ શકાશેઃ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1733638

Related posts

વાપી ગુંજનમાં ગારમેન્‍ટ સ્‍ટોર્સમાં ચોરીની ઘટના: બુરખાધારી મહિલા ચોર કિંમતી ડ્રેસ ચોરતી સીસીટીવીમાં કેદ

vartmanpravah

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

Leave a Comment