(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: શ્રી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજનાં વિવિધ એકમો દ્વારા ભાગ લેવાતો હોય છે, આ વર્ષે વિવિધ એકમોની કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, ટુર્નામેન્ટ તા.7 જાન્યુઆરીએ હિંમતનગર મુકામે યોજવામાં આવેલછે. તે અનુસંધાને આજરોજ વાપી ટીમ અને શુભેચ્છકો હિમંતનગર (સાબરકાંઠા) મુકામે લક્ઝરી બસ અને ટ્રેન દ્વારા રવાના થતાં અનેકાનેક શુભેચ્છાઓ સહ પ્રસ્થાન કરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં વાપી ટીમને સફળતા મળે અને પ્રોસ્તાહિત કરવા મહિલાઓ પણ સામેલ થયેલ છે.
આ પ્રસંગે વાપી સમાજનાં પ્રમુખ શૈલેષભાઈ ઉપાધ્યાય, ઉપ – પ્રમુખ જીજ્ઞેશભાઈ ભટ્ટ, ખજાનચી તેજસભાઈ ત્રિવેદીની અગુવાઈમાં વાપી ટીમ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરવા અને પ્રસ્થાન કરાવવા મહેશભાઈ પંડ્યા, મહેશભાઈ ભટ્ટ, ચંદ્રકાંતભાઈ પંડ્યા, ચંદ્રકાંત ત્રિવેદી, રતિલાલ જોશી, વૈકુંઠભાઈ ઉપાધ્યાય વિગેરે ઉપસ્થિત રહી ટીમ વિજયી બને તેવી શુભેચ્છાઓ આપી હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/01/WhatsApp-Image-2024-01-07-at-5.09.58-PM-960x447.jpeg)