વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ના ઉપક્રમે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદશમાં અને પ્રવાસન અને રમ-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ મલ્ટી સ્પોર્ટ્સ ઈન્વેટનું આયોજન તા.11 થી 17 ઓગસ્ટ, 2022 દરમિયાન દમણ જિલ્લાના 3 જુદા જુદા મેદાનોમાં કરવામાં આવશે. આ મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ખેલાડીઓ માટે ટગ ઓફ વોર, વોલીબોલ, ફૂટબોલ, મેરેથોન, સાયકલ રેસ, મ્યુઝિકલ ચેર, સૈક રેસની 8 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 13મી ઓગસ્ટ 2022ના રોજ મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટના ત્રીજા દિવસે સાઈકલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓની સાથે લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સાયકલ રેસ ઈવેન્ટ પુરૂષોની સ્પર્ધામાં પ્રથમ ક્રમે લકી, રનર્સઅપ તરીકે દિપક અને ત્રીજા ક્રમે અભિષેક જ્યારે મહિલાઓની સ્પર્ધામાં પ્રથમ ક્રમે દૂર્વા જાદવ, રનર્સઅપતરીકે શ્રેયા સિંહ અને તૃતિય ક્રમે રિયા સિંહ રહ્યા હતા.
આ મલ્ટી સ્પોર્ટ ઈવેન્ટને સફળ બનાવવા મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા રમતગમત સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડ, રમતગમત અને પ્રવાસન વિભાગના શ્રી જેનીશ પટેલ, રમતગમત વિભાગના રમતગમત કોચ અને વિવિધ શાળાઓના શારીરિક શિક્ષકોએ જહેમત ઉઠાવી રહ્યા છે.