August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણતરીના કલાકોમાં પલસાણા ચોરીનો ભેદ ઉકેલતી એસ.ઓ.જી.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: પારડી તાલુકાના પલસાણા નાયકવાડ ખાતે બ્રિજેશભાઈ ભરતભાઈ ઉપાધ્‍યાયના બંગલામાં ફર્નિચરનું કામ કરતા મૂળ રાજસ્‍થાનના અને મુંબઈ ખાતે રહેતા અશોકકુમાર હજારીલાલ સુથારની તારીખ 5.5.2024 ના રોજ મજૂરોને આપવાના 84 હજાર રૂપિયા રોકડા અને આધારકાર્ડ, લાઈટ બિલ, મુંબઈનો રેલવે પાસ વિગેરે ડોકયુમેન્‍ટ સાથેની બેગ લઈ પલસાણા ખાતેથી ચોરાઈ હતી.
મુંબઈમાં પણ તેઓનું કામકાજ ચાલી રહ્યું હોય તેઓ મુંબઈ જતા રહેતા તારીખ 27.5.2024 ના રોજ 22 દિવસ પછી તેઓએ પારડી પોલીસ સ્‍ટેશન ખાતે આવી 84000 રૂપિયા રોકડા તથા ડોકયુમેન્‍ટ રાખેલ બેગની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આજરોજ સુરત એસ.ઓ.જી. વલસાડ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમ્‍યાન પારડી ચંદ્રપુર પાસેથી પસાર થઈ રહેલા બે ઈસમો શંકાસ્‍પદ જણાતા તેમની પૂછપરછ દરમિયાન 1. તોફિક રફીક શેખ રહે.બીલાલ મસ્‍જિદ સ્‍ટ્રીટ, શાપુર નગર, કોસંબા રોડ, વલસાડ 2. હેમંત ઉર્ફે હેમુ મંગુભાઈ પટેલ સહયોગ નગર પાછળ ધોબી તળાવ વલસાડના હોવાનું જણાવતા તપાસ દરમિયાન તેમની પાસેથી ત્રણ મોબાઈલ, 34000 રૂપિયા રોકડા અને ઉપયોગમાં લીધેલ સુઝુકી કંપનીની ગ્‍યશ્વળિર્ંીઁ મોટર સાયકલ મળી કુલ 65000 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આપલસાણાના બંગલામાં પૈસા ભરેલ બેગની ચોરી એમણે બારીની સ્‍લાઈડિંગ ખોલી કરી હોવાનું કબૂલ્‍યું હતું.
આમ ફરિયાદ નોંધાવ્‍યાના ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલાઈ જતા એસ.ઓ.જી.ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને વિરામ અપાયો

vartmanpravah

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah

વાપી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેર યોજાયો : પુસ્‍તકની સાથે પ્રેક્‍ટિકલ અભ્‍યાસનો પ્રયાસ કરાયો

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચની ટીમે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્‍પર્ધામાં મેળવેલું ત્રીજું સ્‍થાન

vartmanpravah

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

vartmanpravah

Leave a Comment