(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.29: માનવ સેવા ટ્રસ્ટ ગોઈમા (જલારામ ચોક, ગોઈમા) પ્રમુખ શૈલેષકુમાર રઘુભાઈ પટેલ ઉપપ્રમુખ કાળીદાસભાઈ નાનુભાઈ પટેલ મંત્રી ભાવેશકુમાર ધીરજલાલ પટેલ સહમંત્રી રાજેશકુમાર ભગુભાઈ પટેલ ખજાનચી વનેશભાઈ નાનુભાઈ પટેલ ટ્રસ્ટ્રી અમૃતભાઈ પાણુભાઈ પટેલ ટ્રસ્ટી જયેશભાઈ હીરૂભાઈ પટેલ દ્વારા ‘‘મોક્ષ રથ” ની સેવા શરૂ કરવામાં આવી છે.
પૂર્વ મંત્રી અને કપરાડા વિભાગ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પારડી તાલુકાના ગોઇમા ગામે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ‘‘મોક્ષ રથ”ની સેવા શરૂ કરવામાં આવી છે. એ સેવા માટે જે વિચારો ગામના લોકો આગેવાનોને આવ્યો.
ગોયમા અને તેની આજુબાજુના વિસ્તારોમાં રહેતા રહિશો માટે આજથી શરૂ કરવામાં આવી છે. મૃતકના પરિવારના દુખમાં સહભાગી થવા અને જીવનમાં આવી પડેલી મોટી આપદામાં તેપરિવારની મુશ્કેલીઓ થોડી ઓછી કરવાના હેતુસર આ ‘‘મોક્ષ રથ” શરૂ કરાયો છે. જે કાર્યને બિરદાવ્યુ હતુ.
ટેમ્પો મોડીફાઇડ કરીને, છત પર ભગવાન શંકરની મુર્તિ મુકીને તેમજ મૃતકની લાશને રાખી શકાય તેમજ તેના સ્વજનો આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા આ રથમાં કરવામાં આવી છે. મોક્ષ રથમાં અંતિમયાત્રા દરમિયાન ‘‘હે..રામ…” સહિતની ધાર્મિક ધુનો વગાડવામાં આવશે. માનવતા જીવંત રહે તે માટે આ એક અનોખો સેવા યજ્ઞ આરંભ્યો છે.
માનવ સેવા ટ્રસ્ટ ગોઈમા ‘‘મોક્ષ રથ” માટે સ્વ.વર્ષાબેનના સ્મરણાર્થે શ્રી પ્રકાશભાઈ મણિલાલ પટેલ વાપી તરફથી વાહન ખરીદી માટે રૂપિયાના 280000, સ્વ.હરજીભાઈ રતનભાઈ ચૌધરી કાકડકોપરના સ્મરણાર્થે રૂપિયા-100000, પારસ પમ્પ પ્રાઈવેટ લિમિટેડ બગવાડા તરફથી રૂપિયા 100000 ચંપકભાઈ મગનભાઈ પટેલ બરઈ તરફથી રૂપિયા 85000, શૈલેશકુમાર રઘુભાઈ પટેલ ગોઈમાં જિલ્લા પંચાયત સભ્ય તરફથી રૂપિયા 51000, કાળીદાસ નાનુભાઈ પટેલ ગોઈમાં તરફથી રૂપિયા 51000 સ્વ.નાનુભાઈ નારણભાઈ પટેલ ગોઈમાંના સ્મરણાર્થે પુત્ર વનેશભાઈ તરફથી રૂપિયા 51000, જિગરભાઈ નટુભાઈ પટેલ નિમખલ તરફથી રૂપિયા 50000 જી.એમ. રાણપરીયા અરનાલા તરફથી રૂપિયા 50000, સ્વ.ઠાકોરભાઈ નગીનભાઈ પટેલ પંચલાઈના સ્મરણાર્થે પુત્ર નયનભાઈ તરફથીરૂપિયા 50000, ઠાકોરભાઈ ઝીણાભાઈ પટેલ ગોઈમાં, સ્વ.ધીરુભાઈ બાબુભાઈ પટેલ ગોઈમાના સ્મરણાર્થે પુત્રો ભૂપેશભાઈ અને ભાવેશભાઈ, સ્વ.હીરૂભાઈ ભાણાભાઈ પટેલ ગોઈમાના સ્મરણાર્થે પુત્ર જયેશભાઈ, ગુલાબભાઈ બાબનભાઈ રાઉત જોગવેલ, નિલકંઠ સ્ટોન ધગડમાળ, પ્રમુખ સ્ટોન અરનાલા, ભાનુ મેટલ ડહેલી, લક્ષ્મી બોરવેલ્સ અરનાલા, રાજ કન્સ્ટ્રકશન મોટાપોંઢા, કમલેશભાઈ ઉર્ફે રાજેશભાઈ ભગુભાઈ પટેલ ગોઈમા, અમૃતભાઈ પ્રાણુભાઈ પટેલ ગોઈમા, સ્વ.રમણભાઈ વેસ્તાભાઈ પટેલના સ્મરણાર્થે મદનલાલ નરસિંહજી માલી ગોઈમા, ધર્મેશકુમાર નટવરસિંહ ચૌહાણ રાબડી કનુભાઈ છગનભાઈ પટેલ પારડી, સ્વ.રંજનબેન નટવરલાલ દેસાઈ, ગૌમુખી યુવક મંડળ ગોઈમાના અને અન્ય પાંચ-પાંચ હજાર રૂપિયા આપનાર દાતાઓનો અને જલારામ ભકત મંડળ ગોઈમા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
માનવ સેવા ટ્રસ્ટ ગોઈમા એ સૌ દાતાઓનુ સન્માન કરી સેવા યજ્ઞમાં મદદરૂપ થવા બદલ આભાર માન્યો હતો. ‘‘મોક્ષ રથ”ના લોકાર્પણમાં અગ્રણી આગેવાનો, દાતાઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અને આભારવિધિ શ્રી દિપકભાઈ ભાણાભાઈ પટેલ આચાર્યએ આટોપી હતી.
—-
