October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

ઈન્‍ચાર્જ જિલ્લા કલેકટર અનુસૂયા ઝા ના અધ્‍યક્ષસ્‍થાને મોકડ્રીલના આયોજન અંગેની બેઠક યોજાઈ

આગામી તા. 15 મી જૂનના રોજ અતુલ ખાતે સાંજે 4.00 કલાકે મોકડ્રીલ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: રાજ્‍યમાં વધુ તાપમાન અને હીટ વેવ અન્‍વયે લેવાની તકેદારીના ભાગરૂપે જીએસડીએમએ (ગુજરાત સ્‍ટેટ ડિઝાસ્‍ટરમેનેજમેન્‍ટ ઓથોરિટી), વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને ઝત્‍લ્‍ણ્‍ દ્વારા સંયુક્‍ત રીતે જિલ્લા લેવલની મોકડ્રીલ કરવા માટે તા.11-06-24ના રોજ ઈન્‍ચાર્જ કલેકટર અનુસુયા ઝા ના અધ્‍યક્ષ સ્‍થાને કલેક્‍ટર મીટીંગ યોજાઈ હતી. બેઠકમાં ઈન્‍ચાર્જ કલેટરે જિલ્લાના ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓને તેમના એકમોમાં જો જોખમી રસાયણો બનાવતા કે રાખતા હોય તો તેના માટે જરૂરી તકેદારી રાખવા જણાવ્‍યું હતું. તેમજ આવા રસાયણોના ઉપયોગથી આકસ્‍મિક સંજોગોમાં કોઈ આપદા સર્જાય તો તેનાથી બચવા માટેના સુરક્ષાના સાધનો અને તાલીમ પામેલા કર્મચારીઓ રાખવા જણાવ્‍યું હતું. મોકડ્રીલનો રાજ્‍ય સરકારનો હેતુ સમજાવતા જણાવ્‍યું હતું કે, કુદરતી કે માનવસર્જિત આપદામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના દરેક વિભાગોના સંકલન અને સમન્‍વયથી માનવોની જાનહાની ન થાય તે માટેના અસરકારક પગલાં સમયસર અને ઝડપી લઈ શકાય છે. આ ઉપરાંત ખામીઓ દૂર કરી શકાય અને લોકોમાં જાગૃતિ આવે તે છે.
વલસાડ જિલ્લામાં પણ અતુલ લિમિટેડ, અતુલ ખાતે તા.15 મી જૂનના રોજ સાંજે 4.00 કલાકે જોખમી કેમિકલ ક્‍લોરિનના લિકેજનું અને તેનાથી બચવાના ઉપાયો પ્રદર્શિત કરવા માટેનું જિલ્લા કક્ષાની મોકડ્રિલ કરવામાં આવનાર છે. જેમાં જીએસડીએમએના પ્રતિનિધિ તેમજજિલ્લા વહીવટી તંત્ર ભાગ લેશે. બેઠકમાં જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍યના નાયબ નિયામક એમ. સી. ગોહિલ, ડી ઝાસ્‍ટર મામલતદાર મન્‍સૂરી, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, પુરવઠા અધિકારી બારીયા અને અતુલ લી. ના પ્રતિનિધિઓ તથા સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Related posts

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સપનાનું પ્રતિબિંબઃ સનિ ભીમરા

vartmanpravah

વાપીના પૂર્વ નગરસેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15 મી પુણ્‍યતિથિએ મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીમાં એસ.સી., એસ.ટી. સમુદાય દ્વારા ભારત બંધ એલાનના સમર્થનમાં રેલી યોજાઈ

vartmanpravah

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

vartmanpravah

પારડી નગપાલિકાનાં વોર્ડ નંબર બે માં બે ફેરફારો: SC ની બેઠક મહિલાઓ માટે અનામત જ્‍યારે ST મહિલાની જગ્‍યાએ ST પુરુષ

vartmanpravah

વાપીના લવાછામાં રાત્રે એ.ટી.એમ.ની ઓથમાં લપાતો-છુપાતો શંકાસ્‍પદ યુવાન ઝડપાયો

vartmanpravah

Leave a Comment