January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

લાયન્‍સ કલબ ઓફ ભિલાડ દ્વારા શિક્ષકદિન નિમિત્તે આચાર્યો અને શિક્ષકોનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: ચાણકય દ્વારા કહેવામાં આવ્‍યું છે કે ,
शिक्षक कभी साधारण नही होता, प्रलय और निर्माण उनकी गोदमें पलते है ।
આ ઉક્‍તિને સાર્થક કરતા લાયન્‍સ ક્‍લબ ઓફ ભિલાડ દ્વારા 5મી સપ્‍ટેમ્‍બરે શિક્ષક દિનના અવસર પર શિક્ષકો તેમજ આચાર્યોનું સન્‍માન પત્ર આપી સન્‍માન કરવામાંઆવ્‍યું.
લાયન્‍સ ક્‍લબ ઓફ ભિલાડ આરાધનાના ક્રિષ્‍નાબેન પરમારના માર્ગદર્શન હેઠળ અધ્‍યક્ષ સોનલબેન પરમાર દ્વારા લાડલી હોટલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ શ્રીનીવસૂલુ મિત્તા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર મિતેષભાઈ પટેલ તેમજ સોહમભાઈ દેસાઈ રહ્યા હતા. આ કાર્યક્રમમાં મિતેષ પટેલ, કમલેશ ચૌહાણ, કળણાલ પટેલ, ચેતન પટેલ, દિપક પટેલ, ક્રિષ્‍ના પરમાર, મેઘા પાંડે, અશ્વિન ટંડેલ, યોગેશ પટેલ, તોહલ પટેલ, પુનમ પંચાલ, સંગીતા દેસાઈ, નરેન્‍દ્ર ટંડેલ, તેજલ પટેલ, સેજલ ઠાકોર તેમજ નેહા પટેલ જેવા શિક્ષકોની રાજ્‍ય તેમજ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્‍માન પત્ર રૂપી શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું તેમજ સરોણ કેન્‍દ્રના સી.આર.સી. સોનલબેન દ્વારા તેમના કેન્‍દ્રના આચાર્યોનું પણ શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું.
બી.આર.સી. કો-ઓર્ડિનેટરે શિક્ષકોને શિક્ષકદિન સંબંધી પ્રેરણાદાયક પ્રવચન આપ્‍યું, શ્રીનીવસૂલુ મિત્ત દ્વારા પણ શિક્ષકો જ બાળકોના પાયો ઘડનાર છે તેમ સંબોધી સન્‍માનીય શિક્ષકોને અભિનંદન આપ્‍યા તેમજ સોહમભાઈ દેસાઈ દ્વારા ગુરુનો અર્થ સમજાવી અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર તમામ શિક્ષકોને સંબોધી અભિનંદન આપ્‍યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સી.આર.સી. કો-ઓર્ડિનેટર જગદીશભાઈટંડેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પીનલભાઈ તેમજ અર્પિતા મેકવાણએ પણ સહયોગ આપ્‍યો હતો. ક્રિષ્‍નાબેન દ્વારા આવેલ મહેમાનોની આભારવિધિ કરી સૌ સાત્‍વિક ભોજન લઈ છૂટા પડ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

vartmanpravah

વાપી ચલામાં કામલી સમાજ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ : ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા

vartmanpravah

છેલ્લા 8 વર્ષમાં દમણ-દીવે મોટાભાગે ચડાવ જ જોયા છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડમાં પ્રેમલગ્નના ચાર મહિના બાદ છૂટાછેડા માટે પતિ-પત્‍ની વચ્‍ચેના ઝઘડામાં પતિએ પત્‍નીનું ઢીમ ઢાળી દીધું

vartmanpravah

ખડકી સ્‍ટોન ક્‍વોરીમાં પાર્ક કરેલા ડમ્‍પરમાં લાગી આગ

vartmanpravah

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં ‘દે ઘૂમાકે’ આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગીતાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment