Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના રોણવેલ અને મોટાવાઘછીપા ખાતે ખેડૂત શિબિરમાં 172 ખેડૂતોએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા વલસાડ તાલુકાના રોણવેલ અને પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામ ખાતે ‘‘આપણો તાલુકો બાગાયત તાલુકો” કાર્યક્રમ હેઠળ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા રોણવેલ ખાતે નાયબ બાગાયત નિયામક, વલસાડ અને બાગાયત અધિકારી, વલસાડ દ્વારા 77 જેટલા ખેડૂતોને અને મોટાવાઘછીપા ખાતે મદદનીશ બાગાયત નિયામક, વલસાડ અને બાગાયત અધિકારી, પારડી દ્વારા 95 જેટલા ખેડૂતોને ગુજરાત રાજ્‍ય બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્‍યું હતું.
રાજ્‍ય કક્ષાએથી બાગાયત નિયામક, ગાંધીનગર દ્વારા કાર્યક્રમમાં ઓનલાઈન માધ્‍યમથી હાજર રહી બાગાયત ખાતાના નવીન અભિગમ ‘‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ” કાર્યક્રમ અંતર્ગતખેડૂતો વિવિધ પ્રકારના વધુ ફળ ઝાડનું વાવેતર કરે તે માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. ઉપસ્‍થિત તમામ દ્વારા ‘‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ” બાબતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિઝન-1 દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની વાર્ષિક સભા યોજાઈ : વર્ષ 2023-24 રૂા.14.78 કરોડનો નફો જાહેર કરાયો : 2જી ઓક્‍ટોબરથી સફાઈ અભિયાન યોજાશે 

vartmanpravah

Leave a Comment