July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના તેજલાવ પ્રાથમિક શાળામાં યોજાયું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

જુદા જુદા પાંચ વિભાગમાં છાબડી, સાદકપોર, ખાંભડા, સિયાદા પ્રાથમિક શાળાની કૃતિની પસંદગી થતાં આ કૃતિઓ હવે જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી સંચાલિત બ્‍લોક કક્ષાના ટેકનોલોજી અને રમકડાના મુખ્‍ય વિષય સાથેના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન તેજલાવ પ્રાથમિક શાળામાં ધારાસભ્‍ય શ્રી નરેશભાઈ પટેલના હસ્‍તે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, પૂર્વ પ્રમુખ ડો.અમિતાબેન, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ શ્રી વૈભવભાઈ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ, સરપંચ હેમાંગીનીબેન, સ્‍થાનિક અગ્રણી શ્રી પ્રવીણભાઈપરેશભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આપણો દેશ આત્‍મનિર્ભર બનવા તરફ જઈ રહ્યો છે ત્‍યારે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું ખૂબ જ મહત્‍વ છે. કોરોનાની રસી ખૂબ ટુંકા ગાળામાં આપણા દેશના વૈજ્ઞાનિકોએ શોધી તે જ પુરવાર કરે છે આપણા દેશના વૈજ્ઞાનિકો કેટલા સામખ્‍યવાન છે આપણો દેશ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર છે વધુમાં તેમણે બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકોને અભિનંદન પાઠવી ગુણવત્તા યુક્‍ત શિક્ષણ માટે હરીફાઈ કરવા અનુરોધ કર્યો હતો. ડો. અમિતાબેન અને ભીખુભાઈ આહિરે પણ પ્રવચનમાં બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકોનો ઉત્‍સવ વધારે હતો.
વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તાલુકાભરની પ્રાથમિક શાળાઓમાંથી અલગ અલગ વિભાગમાં 72 જેટલી કળતિઓ રજૂ કરાઈ હતી જેમાં માહિતી અને પ્રત્‍યાન ટેકનોલોજીમાં દોણજા પ્રાથમિક શાળાની સરહદી સુરક્ષા યંત્ર, ઈકો ફ્રેન્‍ડલી સામગ્રીમાં વિદ્યામંદિર સાદકપોર, સ્‍વાસ્‍થ્‍ય અને સ્‍વચ્‍છતામાં ખાંભડા પ્રાથમિક શાળા પરિવહન અને નવીનમાં છાબડી ફળિયા પ્રાથમિક શાળા, વર્તમાન નાવિન્‍ય દ્વારા ઐતિહાસિક વિકાસ સીયાદા પ્રાથમિક શાળાની શ્રેષ્ઠ કળતિ જાહેર થતાં બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને ઉપસ્‍થિતિ તો એ અભિનંદનપાઠવ્‍યા હતા.
ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ દિવસે યુવા એકતા ગ્રુપ તેજલાવ અને બીજા દિવસે તાલુકા શિક્ષક સંઘ દ્વારા ભોજનની અને છાશની વસુધારા ડેરી અને નાસ્‍તાની જલારામ ખમણ દ્વારા વ્‍યવસ્‍થા કરાઈ હતી. તાલુકા સંઘના પ્રમુખ શ્રી હિતેશભાઈ, મહામંત્રી શ્રી નીતિનભાઈ, બીઆરસી શ્રી અશ્વિનભાઈ, સી.આર.સી શ્રી કેતનભાઈ, શ્રી તુષારભાઈ, શ્રી સુભાષભાઈ, તેજલાવ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ રાઠોડ સહિતનાઓએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો

vartmanpravah

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક, તત્‍કાલિન કલેક્‍ટર સહિત એફ.આઈ.આર.માં સામેલ તમામને રાહત – મુંબઈ હાઈકોર્ટે મોહન ડેલકર આત્‍મહત્‍યા પ્રકરણમાં નોંધાયેલી એફ.આઈ.આર. રદ્‌ કરવા જારી કરેલો આદેશ

vartmanpravah

દાદરામાં એક યુવતીએ પોતાના ઘરમાં જ ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment