October 14, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.26: તા. 21 મી જૂનથી સમગ્ર રાજયમાં વોક ઇન વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે. વલસાડ જિલ્‍લામાં આ મહાઅભિયાન અંતર્ગત તા.26/07/2021ના રોજ સાંજે 4-00 કલાક સુધીમાં કુલ 75 રસીકરણ કેન્‍દ્રો ઉપર 3896 વ્‍યક્‍તિઓનું વેકસીનેશન કરાયું છે. જે મુજબ તાલુકાવાઇઝ વિગતો જોઇએ તો વલસાડ તાલુકામાં 1219, પારડીમાં 460, વાપીમાં 968, ઉમરગામમાં 731, ધરમપુર 337 તેમજ કપરાડામાં 181 જેટલા વ્‍યક્‍તિઓનું વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું છે.

રાજીવગાંધી હોલ, જિલ્લા પંચાયત વલસાડ ખાતે અભ્‍યાસ નોકરી અર્થે વિદેશ જનારા વ્‍યક્‍તિઓને તા.27/7/21ના રોજ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. આગામી દિવસોમાં વેકસીનેશનની ઝડપ વધારવામાં આવશે, ત્‍યારે વલસાડ જિલ્લાના વધુમાં વધુ લોકો વેકસીનશનનો લાભ લઈ કોરોનામુક્‍ત અભિયાનમાં સહયોગ આપવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોની વરણી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

vartmanpravah

સરકારી જમીન પર ગેરકાયદે કબ્‍જા મુદ્દે પ્રશાસન એક્‍શન મોર્ડમાં : દીવ નગરપાલિકાએ 4 ગેરકાયદે તાણી બાંધેલ મકાનોને તોડવાનો આપેલો આદેશ

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

વલસાડ ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment