October 18, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાનો વરસાદ: કપરાડા તાલુકામાં 1112 મી.મી. ( 43.78 ઇંચ)વરસી ચૂકયો છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.26: વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કંટ્રોલરૂમ તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.26/07/2021ના રોજ સવારે 6-00 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં 39 મી.મી., કપરાડા તાલુકામાં 142 મી.મી., ધરમપુર તાલુકામાં 35 મી.મી., પારડી તાલુકામાં 12 મી.મી., વલસાડ તાલુકામાં 29 મી.મી. અને વાપી તાલુકામાં 25 મી.મી. વરસાદ નોંધાયો છે.

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો ઉમરગામ તાલુકામાં 935 મી.મી. (36.81 ઇંચ), કપરાડા તાલુકામાં 1112 મી.મી. ( 43.78 ઇંચ), ધરમપુર તાલુકામાં 756 મી.મી. (29.76 ઇંચ), પારડી તાલુકામાં 709 મી.મી. (27.91 ઇંચ), વલસાડ તાલુકામાં 757 મી.મી. (29.80 ઇંચ) અને વાપી તાલુકામાં 867 મી.મી. (34.13 ઇંચ) વરસાદ નોંધાયો છે. આમ મોસમનો સરેરાશ 8પ6 મી.મી. એટલે કે 33.70 ઇંચ વરસાદ વરસી ચૂકયો છે.

જ્‍યારે તા.26/07/21ના રોજ સવારે 6-00 થી સાંજના 4-00 વાગ્‍યા દરમિયાન ઉમરગામ તાલુકામાં 02 મી.મી., કપરાડા તાલુકામાં 38 મી.મી., ધરમપુર તાલુકામાં 68 મી.મી., પારડી તાલુકામાં 45 મી.મી., વલસાડ તાલુકામાં 42 મી.મી. અને વાપી તાલુકામાં 50 મી.મી. વરસાદ નોંધાયો છે.

Related posts

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

વાપી જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્‍યમાં ટોપર

vartmanpravah

આજે વાપીમાં સામાજીક અને સરકારી સંસ્‍થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment