July 18, 2026
Vartman Pravah
ગુજરાતનવસારી

ભાભીએ નણંદને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મુકતાં પીડિત મહિલાને 181 અભયમ ટીમે કરી મદદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

નવસારી,તા.26:  નવસારીની એક મહિલાએ 181 હેલ્‍પલાઇનમાં કોલ કરીને જણાવ્‍યું હતું કે, મારી ભાભી મને માનસીક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મૂકી છે  અને ઘરમાં જવા દેતા નથી જેથી મને મદદ કરો. કોલ આવતા નવસારી 181 ટીમ તરત જ સ્‍થળ પર પહોંચી હતી. 181 અભયમ ટીમને મહિલાએ કહયું કે, મારી ભાભી રોજ ઝઘડા કરે છે મારી વસ્‍તુ પણ તોડી નાખે છે મેં લગ્ન કર્યા હતાં પરંતુ પતિ નશો કરીને મારપીટ કરતા હોવાથી પીય માં આવતી રહી છું. હાલમાં ડિવોર્સની ?ોસેસ ચાલે છે અને મારું ગુજરાન હું પોતે મેહનત કરીને ચલાવું છું છતાં મારી ભાભી મને ઘરની બહાર કાઢી મૂકી છે જે હવે મારાથી સહન થતું નથી.

181 અભયમ ટીમે મહિલાની ભાભીને બોલાવી કાઉન્‍સીલિંગ કરતા સમજાવેલ કે તમારી નણંદ ને સાસરીમાં તકલીફ છે તેથી પીયરમાં રહે છે અને આ પોતાનું ગુજરાન જાત મેહનત કરીને ચલાવે છે તો આવી રીતે ઘરની બહાર કાઢી મૂકવું નહીં. ઘરમાં જેટલો ભાગ દીકરાનો છે એટલો જ દીકરીનો પણ છે જેથી તમને કઈ તકલીફ હોઈ તો વાતચીત કરી સમાધાન કરી લેવું. આવી રીતે ઝઘડા કરવું નહિ તેમ સમજ આપતાં  મહિલાની ભાભી સમજી ગઇ અને પોતાની ભૂલ સ્‍વીકારી હવે પછી આવી ભૂલ નહિ કરુ તેમ જણાવ્‍યું હતું. આમ 181 અભયમ ટીમ નવસારીની સમજાવટથી મહિલાને તેનો હકક અપાવી સરાહનીય કામગીરી કરી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં: ભિલાડ પાસે ઝરોલીમાં ટનલની કામગીરી શરૂ

vartmanpravah

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુ પાસેથી 300 કરોડની રોકડ રકમ મળતા વલસાડ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

vartmanpravah

નવસારીની ડિવાઈન સ્‍કૂલ ખાતે માસિક ધર્મ જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

Leave a Comment